Monday, April 10, 2023

કેશાજી ચૌહાણે કહ્યું-'જ્યાં સુધી દિયોદર પંથકમાં ભૂગર્ભ જળનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી હું સન્માનમાં કોઈ ફૂલહાર, શાલ કે પાઘડી નહી સ્વીકારી' | Keshaji Chauhan said - 'Until the problem of underground water in Deodar Panthak is not solved, I will not accept any flower garland, shawl or turban in honor' | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Keshaji Chauhan Said ‘Until The Problem Of Underground Water In Deodar Panthak Is Not Solved, I Will Not Accept Any Flower Garland, Shawl Or Turban In Honor’

બનાસકાંઠા (પાલનપુર)29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દિયોદર સામુહિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણે સભાને સંબોધતા કહ્યું કે, જ્યાં સુધી મારા વિસ્તારમા ભૂગર્ભ જળનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી હું કોઈ સન્માન નહીં સ્વીકારું, જેથી કરી પાણીનું કામ યાદ રહે. જાહેરમાં ફૂલહાર, શાલ અને પાઘડી નહી સ્વીકારવાનો કેશાજી ચૌહાણે સંકલ્પ કર્યોં હતો.

આ અંગે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે જણાવ્યું હતું કે, મેં અહીંયા હારનો સ્વીકાર નથી કર્યો એટલે તમારા સૌના ધ્યાનમાં મૂકી દવ કે મે એક સંકલ્પ કર્યો છે. આ વિસ્તારમાં ઉત્તર ગુજરાતની અંદર સૌથી મોટો પ્રશ્ન ભૂગર્ભના જળનો છે. આપણે ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ માત્ર 11 ટકા બચ્યું છે 89 ટકા પાણી આપણે વાપરી ચુક્યા છીએ. આપણી જિંદગી કદાચ પુરી થઈ જાઈ પણ ભવિષ્યની ચિંતા અત્યારથી જ કરવી જોઈએ, આપણો વિસ્તાર એ ભૌગોલિક રીતે એવો છે કે નર્મદા મુખ્ય કેનાલથી દરિયા સપાટીથી ઊંચો ભાગ છે એટલે કુદરતી રીતે લેવલથી કોઈ બીજી નદી કે નહેરથી પાણી લાવવું અઘરું છે. પંપીંગ કરીને જ પાણી લાવવું પડે એવી પરિસ્થિતિ છે. પાણી લાવવા બાબતે સરકારની ખુબ જ ઈચ્છા છે, જોકે, જે પ્રમાણમાં જોઈએ તે દીસા મળતી નથી. જ્યાં સુધી આ વિસ્તારના ભૂગર્ભમાં જળ સિંચાઈના પાણીમાં ભગવાન માર્ગ દેખાડે નહીં ત્યાં સુધી મે જાહેરમાં કોઈના ફૂલહાર, શાલ, પાઘડીનો સ્વીકાર નહીં કરવાનો સંકલ્પ કર્યો છે, એટલે યાદ રહે આ કામ કરવાનુ બાકી છે, સરકારને જે કાઈ સૂચનો કરવાના હતા એ મારા લેવલે મે કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.