Sunday, April 23, 2023

વડોદરાના રાણીયામાં પતિને છોડીને પ્રેમી સાથે રહેતી પ્રેમિકાને પ્રેમીએ જ રહેંસી નાખી, આરોપીની ધરપકડ | In Raniya, Vadodara, the lover abandoned her husband and lived with her lover, the accused was arrested. | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

વડોદરાના સાવલી તાલુકાના રાણીયા ગામમાં પતિને છોડીને પ્રેમી સાથે રહેતી પ્રેમિકાને પ્રેમીએ જ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ભાદરવા પોલીસે આરોપી મહેશ રાઠોડની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. મહિલાના પોસ્ટમોર્ટમમાં પણ ગળું દબાવીને હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે અને આરોપીએ પણ પોલીસ તપાસમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પીએસઆઇ ડી.જે. લિંબોલાએ જણાવ્યું હતું કે, હાલ અમે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. આજે રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરાશે.

મૃતક મહિલાની માતાએ ફરિયાદ કરી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીયા ખાતે રહેતા તારાબેન જશુભાઈ નાયક (ઉ.60)એ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા દિકરા દિલીપ અને દીકરી રીટાની દીકરી પાયલ સાથે રહુ છું. મારા પહેલા લગ્ન છાણી ગામમાં રમણ નાયક સાથે થયા હતા. તેનાથી મને સંતાનમાં એક દિકરી રેખા હતી અને મારા પતિનું મૃત્યું થતાં બે વર્ષ પછી મેં ભાદરવા પોલીસ સ્ટેશનની પાછળ આવેલી કોલોનીમાં રહેતા જશુ નાયક સાથે બીજા લગ્ન કર્યાં હતા અને જશુભાઈથી મને સંતાનમાં દિકરો દિલીપ અને જગો તથા છોકરી રીટા થઈ હતી. જો કે, 12 વર્ષની ઉંમરે જગાનું મૃત્યું થયું હતું. હું પહેલા પતિથી થયેલી દીકરી રેખાને સાથે લઈને આવી હતી. રેખાને રાણીયા ગામમાં સુરેશ નાયક સાથે પરણાવી હતી.

દીકરીને પ્રેમ થતાં મહેશ નાયક સાથે જતી રહી
રેખાના દિયર મહેશ ભગાભાઈ નાયક સાથે મારી છોકરી રીટાને પ્રેમ સબંધ બંધાયો હતો. જેથી મહેશ ભગાભાઈ નાયક સાથે જતી રહી હતી અને મહેશ નાયકથી રીટાને ચાર છોકરા થયા હતા અને તે પછી મારી દીકરી રીટા મહેશ નાયક સાથે છુટાછેડા લીધા સિવાય છએક મહિનાથી છાણી છાયાપુરીમાં રહેતા મહેશ પુનમભાઇ રાઠોડ સાથે જતી રહી હતી અને તે છાયાપુરી ખાતે રહેતી હતી અને મહેશ રાઠોડથી તેને કોઇ સંતાન થયું નહોતું નહીં. રીટા ક્યારેક ક્યારેક રાણીયા ગામમાં અમને મળવા આવતી હતી.

મારી દીકરીનું માથું ઝાડ સાથે અથાડ્યું
ગત 15 માર્ચથી 19 માર્ચ દરમિયાન હું રાણીયા ગામની સીમમાં ટીકાભાઇના કુવા ૫૨ હું, મારો દિકરો દિલીપ તથા રીટાની દિકરી પાયલ હાજર હતા, તે વખતે મહેશ રાઠોડ તથા મારી દિકરી રીટાબેન અમને સાંજના ચારેક વાગ્યે મળવા માટે આવ્યા હતા અને અમને મળ્યા બાદ હું તથા મહેશ રાઠોડ, મારી દિકરી રીટા તથા મારો દિકરો દિલીપ તથા રીટાની દિકરી પાયલ સાથે રાણીયા ગામમાં નવીનગરી તરફ ચાલતા જતા હતા. તે વખતે મહેશ રાઠોડ તથા રીટા બન્ને વચ્ચે બોલાચાલી થતાં ઝગડો થયો હતો, તે વખતે મહેશ રાઠોડે રીટાને પકડીને તેનું માથું ઝાડના થડમાં અથાડતા રીટાના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી મેં મહેશ રાઠોડને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, રીટાને મારશો નહીં, તેમ જણાવી અમે બધા રીટાને ભઇલાલ નાયકના ઘરે લઈને ગયા હતા.

લોહીવાળી રીટાને અમારા ઘરે લાવશો નહીં
તે વખતે ભઇલાલના ઘરે તેની દિકરી રમીલાબેન ઉર્ફે બોડી હાજર હતી અને તેને કહ્યું હતું કે, આ લોહીવાળી રીટાને અમારા ઘરે લાવશો નહીં, અહીંથી જતા રહો, તેમ કહેતા મહેશ રાઠોડે રીટાને ખભે નાખીને કહ્યું હતું કે, હું રીટાને જશુ નાયકને ત્યાં લઈ જાવ છું, તેમ કહી રીટાને લઈનેની નીકળી ગયો હતો અને અમે ટીકાભાઈના કુવા પર જતા રહ્યા હતા. અને તે પછી રીટા કે મહેશ રાઠોડ મને મળ્યો નહોતો.

એક અજાણી લાશ મળી
ગત 27 માર્ચના રોજ કપાસના ખેતરમાંથી એક અજાણી સ્ત્રીની લાશ સડી ગયેલી જીવાત પડી ગયેલી હાલતમાં મળી આવી હતી. જેથી લાશ પરના કપડાં મારી દિકરી રીટાના હોવાનું મેં જણાવ્યું હતું, પરંતુ, લાશ સડી ગયેલી હાલતમાં હોવાથી હું સારી રીતે ઓળખી શકી નહોતી, અને ત્યારથી હું મારી દિકરી રીટા તથા મહેશ રાઠોડની તપાસ કરતી હતી, પરંતુ, આજદિન સુધી મને તેઓની કોઇ માહિતી મળી નહોતી, અને આજે બપોરના મહેશ રાઠોડ મને રાણીયા ગામની સીમમાં મળ્યો હતો.

દીકરીની લાશ મળી
મેં મહેશ રાઠોડને મારી દિકરી રીટા ક્યા છે, તે બાબતે પછતા તેણે મને જણાવ્યું હતું કે, તમારી હાજરીમાં ભઇલાલ નાયકના ઘરેથી લઈને હું રીટાને લઈને નીકળ્યો હતો, તે દિવસે મેં રીટાને રાણીયા ગામની સીમમાં દિવેલાના ખેતરમાં ગળું દબાવી મારી નાખી હતી અને તેની લાશને હું કપાસના ખેતરમાં નાખીને નાસી ગયો હતો. જેથી આ અંગે મે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાદરવા પોલીસે આરોપી મહેશ રાઠોડની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…