પાણીના પ્રશ્ને નગરપાલિકા વિપક્ષ દ્વારા પાલિકા પ્રમુખ તેમજ પાણી વિભાગના ચેરમેનને રજૂઆત કરાઇ | The issue of water was presented by the municipal opposition to the municipal president and the chairman of the water department | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • The Issue Of Water Was Presented By The Municipal Opposition To The Municipal President And The Chairman Of The Water Department

ભરૂચ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચ શહેરને પાણી પૂરું પાડતી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની અમલેશ્વર બ્રાંચ કેનાલમાં 25 માર્ચના રોજ ઝનોર પાસે ભંગાણ થયું હતું. તા. 29 માર્ચ થી સમારકામ ની કામગીરી શરૂ થતા નહેર વિભાગ દ્વારા શહેરમાં અપાતું પાણી બંધ કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા શહેરમાં 10 દિવસથી મતરીયા સ્ટોરેજ માંથી એક સમયે પાણી આપવાનું આયોજન કરેલ છે. પરંતુ શહેરના અને અમુક વિસ્તારોમાંથી પાણી ના મળતું હોય તેમજ પાણીનો જે સમય નક્કી હોય તેના કરતા ઓછું પાણી પ્રેસર વગર મળે છે તેવી ફરિયાદ આવી છે તે માટે આજ રોજ વિપક્ષ નેતા સમશાદ સૈયદ, વિપક્ષના સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઈબ્રાહીમ કલકલ એ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા અને પાણી વિભાગના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરી હતી. નગરપાલિકા દ્વારા નહેર વિભાગ સાથે સંકલન કરી રીપેરીંગ કામગીરી વહેલા કરાવે અને શહેરની પ્રજાને ભર ઉનાળે તહેવારમાં પાણી માટે પડતી મુશ્કેલી માંથી રાહત આપે તેવી માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post