આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ડ્રોનનો કૃષિમાં વિવિધ ઉપયોગ અંગે નિદર્શન યોજાયું, મજૂરો ઘટતાં પાક સંરક્ષણ, દવાના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ મહત્વપૂર્ણ | Anand Agricultural University held a demonstration on various uses of drones in agriculture, crop protection with reduced labor, use of drones for spraying medicine is important. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand Agricultural University Held A Demonstration On Various Uses Of Drones In Agriculture, Crop Protection With Reduced Labor, Use Of Drones For Spraying Medicine Is Important.

આણંદ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદ સહિત મધ્ય ગુજરાતના ખેડૂતોને ડ્રોનની મદદથી પાક સંરક્ષણ કેવી રીતે કરવું? તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ડ્રોનનો કૃષિમાં વિવિધ ઉપયોગ અંગે નિદર્શન યોજવામાં આવ્યું હતું.

ચરોતરમાં ડ્રોનનો કૃષિમાં ઉપયોગ વધે તેમજ ડ્રોન સંબંધિત વિવિધ સંશોધનો હાથ ધરી શકાય તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા આઈસીએઆર, નવી દિલ્હી દ્વારા મળેલી ગ્રાન્ટ અંતર્ગત ખરીદવામાં આવેલા 2 નવા ડ્રોન કૃષિમાં વિવિધ ઉપયોગ માટેનું નિદર્શન યોજવામાં આવ્યું હતું.આ પ્રસંગે કુલપતિ ડો. કે. બી. કથીરીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

મહત્વનું છે કે, કૃષિમાં વિવિધ કામગીરીઓ માટે મજુરોની સંખ્યા દિવસેને દિવસે ઘટતી જાય છે. જરૂરિયાત મુજબના સમયે વિવિધ ઇનપુટમાં છંટકાવ ન થઇ શકવાને કારણે પાક ઉત્પાદનમાં વિપરીત અસર થતી જોવા મળે છે. પરંતુ ડ્રોનના ઉપયોગથી આ મુશ્કેલીઓ નિવારી શકાય છે. કૃષિ ક્ષેત્રે અગ્રણી એવી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ડ્રોન થકી કીટનાશક, ફુગ નાશક, નિંદણનાશકનો છંટકાવ ખેતરમાં કઇ રીતે કરવો સાથે સાથે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ સંશોધન યોજનાઓ સાથે સંકળાયેલા કર્મચારી અને ખેડૂતોમાં જાગરૂકતા આવે.

આ ડ્રોનના ઉપયોગથી પાક સંરક્ષણ, પ્રવાહી ખાતર તેમજ નેનો ફર્ટીલાઇઝર, વૃદ્ધિ વર્ધકો અને નિયંત્રકોનો છંટકાવ તેમજ પાકમાં આવતા રોગ અને જીવાતોની ઊભા પાકમાં ડ્રોન થકી મોજણી કરીને સમયસર નિયંત્રણ વગેરેની વિસ્તૃત માહિતી વૈજ્ઞાનિકો, વિસ્તરણ કાર્યકરો, ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓને તાંત્રિક રીતે મળી રહે અને તેનો પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુથી આ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ માટે વિવિધ બાબતોથી સક્ષમ બને તે માટે ડ્રોન પાયલોટને પણ નિયમો અને કાયદાકીય રીતે તાલીમ મળી શકે તે અર્થે પણ આયોજન કરી રહી છે. આ નિદર્શન દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. એમ.કે. ઝાલા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ.બી. પટેલ, અન્ય યુનિવર્સિટી અધિકારીઓ તેમજ વિવિધ વિભાગીય વડા, સંશોધન કેન્દ્રોના ફાર્મ મેનેજર, પાક સંરક્ષણના વૈજ્ઞાનિકો, અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં અને સમગ્ર નિદર્શનનું આયોજન વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. એચ.બી. પટેલ તેમજ તેમના કર્મચારી દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post