Sunday, April 23, 2023

ઝડપાયેલા આરોપીઓએ પ્રશ્વિમ બંગાળથી અન્ય એક યુવતીનું અપહરણ કરી દેહ વેપારમાં ધકેલી હોવાનો ખુલાસો | It is revealed that the arrested accused kidnapped another girl from West Bengal and forced her into body trade. | Times Of Ahmedabad

વલસાડ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વાપીના છીરી વિસ્તારમાં ફેલટમાં રહેતી એક પશ્ચિમ બંગાલની મહિલાની 5 દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પશ્ચિમ બંગાલના જ બે યુવકની ધરપકડ કરી હતી. જે બાદ તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા વધુ એક ચોકાવનારો ખુલાસો થયો છે. આ બન્ને આરોપીઓએ પશ્રિમ બંગાળની અન્ય એક 20 વર્ષીય યુવતીનું અપહરણ કર્યું હતું. તેમજ તે યુવતીને સેલવાસ અને દમણની હોટેલમાં દેહ વેપાર માટે ઢકેલી લીધી હતી. જેથી પોલીસ સામે સમગ્ર મામલો આવતા પોલીસે આ યુવતીને દેહ વેપારના ચુંગાલમાંથી છોડાવી હતી.

પશ્ચિમ બંગાલના વર્ધમાન જિલ્લાના કાલના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી એક 20 વર્ષીય યુવતી તેના પિતા સાથે દવાખાને જઈ રહી હતી. ત્યાંથી યુવતીનું અપહરણ કરીને વાપી છીરી ખાતે મહિલા પાસે લાવીને યુવતી પાસે આરોપીઓ દેહ વેપાર કરાવતા હોવાનું સામે આવ્યું છે. વાપી નજીક આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ અને દમણની હોટલોમાં યુવતી સાથે દેહ વેપારની પ્રવૃત્તિ કરાવતા હોવાનું સામે આવતા વલસાડ જિલ્લા પોલીસે તાત્કાલિક યુવતીનો કબ્જો મેળવીને દેહ વેપારની પ્રવૃત્તિમાંથી ઉગારી હતી. પશ્ચિમ બંગાલના વર્ધમાન જિલ્લાના કાલના પોલીસને અને યુવતીના પરિવારને જાણ કરી યુવતીનો કબ્જો સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વલસાડ પોલીસની સતર્કતાને લઈને યુવતીને દેહ વેપારના ચુંગાલમાંથી બચાવવામાં સફળતા મળી છે.

વલસાડ જિલ્લાના વાપીના છીરીના રણછોડ નગરમાં રહેતી એક પશ્ચિમ બંગાલની મહિલાના ફ્લેટમાં 18 એપ્રિલના રોજ લૂંટના ઇરાદે હત્યા થઈ હતી. ઘટનાની જાણ ડુંગરા પોલીસને થતા પોલીસે LCB અને SOGની ટીમની મદદ લઈને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ વડે ગણતરીના દિવસોમાં પશ્ચિમ બંગાલના 2 યુવકની અટકાયત કરી હતી. જેઓની પૂછપરછ કરતા બંને યુવકોએ લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

આ ઉપરાંત પોલીસે વધુ પૂછપરછ કરતા અન્ય એક ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો. એક મહિના પહેલા પશ્ચિમ બંગાલના વર્ધમાન જિલ્લાના કાલના પોલીસ મથક હદ વિસ્તારમાં પિતા સાથે દવાખાને જતી 20 વર્ષની યુવતીનું અપહરણ કરીને આરોપીઓ વાપીના છીરી ખાતે લાવ્યાં હતા. છીરીમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાલના બીલ્કીશ મંડલ પાસે લાવ્યાં હતા. આરોપીઓ અપહરણ કરીને લાવેલી યુવતી પાસે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ સેલવાસ અને દમણ ખાતેની હોટલોમાં દેહ વેપાર કરાવતા હોવાની કબૂલાત કરી હતી. વલસાડ જિલ્લા પોલીસે યુવતીને દેહ વેપારના ચુંગાલમાંથી છોડાવી યુવતીનો કબ્જો મેળવી પશ્ચિમ બંગાલના વર્ધમાન જિલ્લાના કાલના પોલીસ અને યુવતીના પરિવારને જાણ કરી યુવતીનો કબ્જો તેના પરિવારને સોંપવાની કવાયત હાથ ધરી છે. વલસાડ પોલીસે પશ્ચિમ બંગાલના વર્ધમાન જિલ્લાના કાલના પોલીસ મથકનો અપહરણનો ભેદ ઉકેલી યુવતીને દેહ વેપારના ચુંગાલમાંથી બચાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: