- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Harij ITI Supervising Instructor And Security Guard Caught Taking 3500 Bribe, Demanded Bribe For Passing Driving License Computer Test
પાટણ11 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ જિલ્લામાં એસીબીએ સપાટો બોલાવતા બે દિવસમાં બીજી સફળ ટ્રેપ કરી છે. આજે હારીજ ITIના સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર અને સિક્યુરિટી ગાર્ડને રૂપિયા 3500ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. બંનેએ ફરિયાદીને ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવવા માટેની કોમ્પ્યુટર ટેસ્ટમાં પાસ કરાવી આપવા બદલ 3500 રૂપિયાની માગ કરી હતી. ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા એસીબીએ આજે છટકું ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા.
આ કામના ફરિયાદીને LMV ડ્રાયવીંગ લાયસન્સ મેળવવા સારૂ આઇ.ટી.આઇ. કોલેજ, હારીજ ખાતે ઓનલાઇન ફોર્મ ભરેલ અને તા.18 એપ્રિલના રોજ આઇ.ટી.આઇ. કોલેજ હારીજ ખાતે ગયેલ અને ત્યાં એક સીક્યુરીટી ગાર્ડ ફરિયાદીને મળેલ અને કોમ્પ્યુટરનો ટેસ્ટ આઇ.ટી.આઇ.ના સાહેબ પાસે પાસ કરાવી આપવા લાયસન્સ કઢાવવા સારૂ ઓનલાઇન ફોર્મ અને ફી રૂ.1200 ભરવા પડશે અને કોમ્પ્યુટરનો ટેસ્ટ પાસ કરવા સારૂ અંદરના સાહેબના રૂ.4,૦૦૦/-ની લાંચ માંગણી કરી હતી. રકઝકના અંતેઅંતે તેઓ રૂ.3500માં કોમ્પ્યુટર ટ્રાયલની થિયરી પરીક્ષા પાસ કરાવી આપવાનુ નક્કી કર્યું હતું. જે લાંચ ની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતાં હારીજ બસ સ્ટેશન પાસે ચાની કીટલી પર આઉટસોર્સના સિક્યુરિટી ગાર્ડ દિનેશજી ઠાકોરે લાંચની માગણી કરી હતી. જેને હારીજ ITIના સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર તરીકે નોકરી કરતા મૌલિક પટેલે સમર્થન આપ્યું હતું. સિક્યુરિટી ગાર્ડે લાંચની રકમ સ્વીકારતા એસીબીએ બંનેને ઝડપી પાડ્યા હતા.
ગઈકાલે બનાસકાંઠા જિલ્લાનો આચાર્ય સિદ્ધપુરમાંથી લાંચ લેતા ઝડપાયો હતો
બનાસકાંઠા જિલ્લાના લાંચિયા અધિકારીને પાટણ ACBએ સોમવારે રંગે હાથ ઝડપી પાડ્યો હતો.જેમાં ફરિયાદીને ધોરણ 10 પાસના પ્રમાણપત્રની જરૂરિયાત હતી. જેથી તેને પરીક્ષા આપવાની થતી હોય ફરીયાદીએ આરોપીનો સંપર્ક કરેલ અને ફરીયાદીને આરોપીએ સરકારી અનુદાન મેળવતી NIOS ( national institute of open schooling) સંસ્થામાં પરીક્ષા અપાવી દેવા સારું સરકારની ફી ઉપરાંત રૂપિયા 18000 ની લાંચની માંગણી કરેલ હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી તેમને પાટણ એ.સી.બી. નો સંપર્ક કર્યોં હતો. પાટણ એ.સી.બી.એ ફરિયાદીની ફરિયાદ આધારે સોમવારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિદ્ધપુર ખળી ચાર રસ્તા ખાનગી હોટલમાં આરોપી સાતરવાડા પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશત્રિવેદીએ માંગેલ રૂા.18000 લાંચની રકમ સ્વીકારતા જ પાટણ ACB એ રંગેહાથ સ્થળ ઉપરથી ઝડપી પાડ્યો હતો.