જૈન સમાજ દ્વારા મહાવીર સ્વામી જન્મ જયંતી નિમિત્તે જામનગરમાં શોભાયાત્રા નીકળી | Jain Samaj took out a procession in Jamnagar on the occasion of Mahavir Swami's birth anniversary | Times Of Ahmedabad

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગરમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણ મહાવીર જયંતિ ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે જેમાં આજે શોભાયાત્રા પ્રવચન તથા દેરાસરોમાં આંગીના દર્શન યોજાયા હતા પન્યાસ પ્રવવર હિંમતકાર સુંદર વિજયજી મહારાજની નિશ્રામાં ચાંદી બજાર થી શોભાયાત્રા નો પ્રારંભ થયો હતો જે શહેરના મુખ્ય માર્ગ સેન્ટ્રલ બેન્ક, હવાઈ ચોક, બેડી ગેઇટ, રણજીત રોડ સજુબા સ્કૂલ સહિતના નગરના મુખ્ય માર્ગો પર ફરી જીપીઓ સામે આવેલા દેરાસર એ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી જેમાં રથ ખેંચનાર ભાઈઓ પૂજાના વસ્ત્રોમાં જોડાયા હતા.

તેમજ શહેરના પેલેસ રોડ ઉપર આવેલા મહાવીર સ્વામી જિનાલયમાં રત્નત્રયાશ્રીજી મહારાજ આદિઠાણા ત્રણની નિશ્રામાં ભક્તામર સ્ત્રોતના સામુહિક પાઠ વર્ધમાન સકસ્તવ અભિષેક પછી પ્રથમ કેસર પૂજા, પંન્યસજી જીનધર્મ વિજયજી ભગવંતનું પ્રવચન સાધ્વીજી નું પ્રવચન યોજાયું હતું તેમ જ મહાવીર મહિલા મંડળ દ્વારા મહાવીર સ્વામી પંચ કલ્યાણ પૂજા ભણાવવામાં આવશે તેમ જ ભક્તિ સંગીત યોજાશે ત્યાર પછી ભગવાનની 108 દિવાની આરતી થશે જેનો ચડાવો ભાવના દરમિયાન બોલાવવામાં આવશે સ્થાનિકવાસી જેનના ઉપાશ્રયોમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ ની ઉજવણી નિમિત્તે વિવિધ પાઠ તેમ જ આચાર્ય ભગવાન તોના પ્રવચનો યોજાશે નગરમાં પટેલ કોલોની ઓશવાળ કોલોની કામદાર કોલોની ચાંદી બજાર સહિતના દેરાસરોમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ ની ઉજવણી નિમિત્તે સાંજે આંગી ના દર્શન યોજાશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post