થલતેજ ગામમાં ઠાકોરવાસના નાકે રમાડતો હતો ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો, પોલીસને બાતમી મળતા કાર્યવાહી કરી | Online cricket betting was playing on the nose of Thalatej village Thakorvas, police took action after receiving information | Times Of Ahmedabad

અમદાવાદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હાલમાં IPLની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ગઈકાલે ચેન્નઈ અને લખનઉ વચ્ચેની મેચનો સટ્ટો રમાડતો શખ્સ બોડકદેવ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસે આ આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી
પ્રાપ્ત વિગતો મુજબ બોડકદેવ પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા, તે સમયે તેઓને બાતમી મળી હતી કે, થલતેજ ગામ ઠાકોરવાસનાં નાકે એક શખ્સ ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો છે. પોલીસે બાતમીને આધારે આ શખ્સને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હતી અને તેને કોર્ડન કરીને પુછપરછ શરૂ કરી હતી. પોલીસને તેની પાસેથી એક ફોન મળ્યો હતો, જેમાં ડાયમંડ એક્ચ નામની એક આઈડી મારફતે ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતો હતો. આ આરોપીનું નામ ક્રિષ્ના પટેલ હોવાનું જણાવ્યું હતું.

ચેન્નઈ અને લખનઉની મેચ પર રમાડતો હતો સટ્ટો
પોલીસે તેના ફોનમાં વધુ તપાસ કરતાં એક આઈડી મારફતે તેણે ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ જાયન્ટ વચ્ચેની મેચનો સટ્ટો રમાતો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે તેનો ફોન કબ્જે કરીને તે આ સટ્ટો રમવાનું આઈડી કોની પાસેથી લાવ્યો? તે સવાલ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે કોઈ હર્ષદ ઠક્કર નામના વ્યક્તિ પાસેથી લાવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post