જયસુખ પટેલે મોરબી કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી; અરજીની સુનાવણી બાદ આજે કોર્ટ હુકમ કરે તે પહેલા તબિયત નાદુરસ્ત જણાઈ | Jaysukh Patel applied for regular bail in the Morbi court; After the hearing of the petition, before the court passed its order today, he appeared to be unwell | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Jaysukh Patel Applied For Regular Bail In The Morbi Court; After The Hearing Of The Petition, Before The Court Passed Its Order Today, He Appeared To Be Unwell

મોરબી13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જેલમાં બંધ જયસુખ પટેલે મોરબી કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી છે. જે અરજીની સુનાવણી થઇ ચુકી છે અને આજે કોર્ટ હુકમ કરે તે પૂર્વે જયસુખ પટેલની તબિયત બગડી હોવાના સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે.

ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલની તબિયત બગડી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેવી માહિતી સબ જેલના જેલર ડી.એમ ગોહેલ પાસેથી પ્રાપ્ત થઇ છે. તબીબી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તબીબી પરીક્ષણમાં જયસુખ પટેલનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તબિયત નાદુરસ્ત જણાઈ હતી. જેથી તેમને ન્યુરો સર્જન પાસે લઇ જવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી. આજે જામીન અરજી પર કોર્ટ હુકમ આપે તે પૂર્વે જ જયસુખ પટેલની તબિયત બગડી હતી.

ઉલ્લેખનીય છે કે, ઝૂલતો પુલ કેસમાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અને પીટીશનની સુનાવણી દરમિયાન ઈજાગ્રસ્તોને વળતર માટે 7.31 કરોડની રકમ કોર્ટમાં જમા કરાવી દેવામાં આવી છે અને બાકીની રકમ સપ્તાહના અંત સુધીમાં જમા કરાવી દેવાનું પણ ઓરેવા ગ્રુપે જણાવ્યું હતું. દરમિયાન આજે જામીન અરજી પર હુકમ થાય તે પૂર્વે જયસુખ પટેલની તબિયત બગડી હોવાના મોટા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. તો કોર્ટ જામીન અરજી પર શું હુકમ કરે છે તેના પર સૌની નજર મંડરાયેલી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم