વલસાડ5 કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ શહેરના તિથલ રોડ ઉપર વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે શહેર પોલીસ દ્વારા ફૂટપાટ ઉપર ઉભા રહેતા ગેરકાયદેસર પાથરણા સંચાલકો અને ખાણીપીણીની લારી સંચાલકોને કાલથી લારી ન લગાવવા સૂચના આપવામાં આવી છે. ખાણીપીણીની લારીઓ ઉપર આવતા ગ્રાહકો ટ્રાફિકને નડતર રૂપ વાહનો પાર્ક કરતા હોવાનું સામે આવતા વલસાડ સીટી પોલીસે ટ્રાફિક સમસ્યા નિવારવા પગલાં ભર્યા હોવાનું સામે આવ્યું છે.
વલસાડ શહેરમાં ટ્રાફિકથી વ્યસ્તરહેતા તિથલ રોડ ઉપર આવેલી ફૂટપાટ ઉપર ગેરકાયદેસર લારી સંચાલકોએ લારીઓ અને ખાણીપીણીની દુકાનો શરૂ કરી દીધી હતી. તિથલ રોડ ઉપર સીટી પોલીસ દ્વારા સર્વે હાથ ધરતા તિથલ રોડ ઉપર રોડની બંને તરફ ફૂટપાટ ઉપર ખાણીપીણીની લારીઓ અને ફ્રૂટ અને અન્ય લારીઓ ઉપર આવતા ગ્રાહકો ટ્રાફિકને નડતર રૂપ વાહનો પાર્ક કરી ટ્રાફિક સમસ્યા ઉભી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને આજે સાંજે વલસાડ સીટી પોલીસ દ્વારા તિથલ રોડ ઉપર ગેરકાયદેસ લારીઓ લગાવી ખાણીપીણીનો સામાન વેંચતા સંચાલકોને કાલથી લારી ન લગાવવા સૂચના આપવામાં આવી હતી. તિથલ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા નિવારવા સીટી પોલીસ દ્વારા કડકાઇથી પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેને લઈને વાહન ચાલકો અને લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો નહીં પડે. વલસાડ શહેરના તિથલ રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો ઉપર ફૂટપાટ ઉપર ગેરકાયદેસર ખેલો લગાવતા લારી સંચાલકો સામે કડકાઇથી કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરી શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.