સુરેન્દ્રનગર16 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધારઈ ગામને જોડતો મુખ્ય પુલ છેલ્લા ઘણા વર્ષોથી નવો બનાવવામાં નહીં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. રોષે ભરાયેલા ગ્રામજનો અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ પુલ પર એકત્ર થઈ રામધૂન બોલાવી તંત્ર અને સરકારનો વિરોધ કર્યો હતો.

ચોટીલા તાલુકાના ધારઈ ગામેં છેલ્લા ઘણા વર્ષોથી નવો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ પૂર્ણ ન થતા આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકો અને ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે. આથી ગ્રામજનોએ તાત્કાલિક પુલની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કર્યો હતો.

આ અંગે ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું કે, વર્ષોથી અહીંયા પુલ પાસ થયો છે, પરંતુ પુલ બનતો નથી. દર વર્ષે ટેન્ડર રીન્યુ થાય છે પણ આગળ કામ થતું નથી. અહીંથી ચોટીલા અને ઢોકળવા સ્કુલે અભ્યાસઅર્થે જતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ધારી માટેનો મુખ્ય રસ્તો હોવાથી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને જો આનો તાકીદે ઉકેલ લાવવામાં નહીં આવે તો નાછૂટકે અમારે ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.


