સાપુતારા પોલીસ મથકમાં અરજીના કામથી આવેલી પરણિત મહિલાનું હાર્ટ એટેકથી મોત | A married woman who came to the Saputara police station for application died of a heart attack | Times Of Ahmedabad

ડાંગ (આહવા)એક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

હાલના સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગત રોજ ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથક નજીકના બગીચા પાસે એક મહિલાને હાર્ટએટેક આવતાં મૃત્યુ થયું હતું.

પોલીસ સૂત્રોથી મળતી વિગતો મુજબ આહવા તાલુકાના અને મુળ પાયારપાડા ગામના વતની એવા માલતીબેન જેમના લગ્ન વઘઈ તાલુકાના મૂરંબી ગામે રહેતાં રમણ ગોવિંદભાઈ વાઘ જોડે થયા હતા. જેમને લગ્ન જીવન બાદ ચાર બાળકો છે. પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસથી કંટાળીને સાપુતારા પોલસ સ્ટેશનમાં આરજી કરી હતી. જે અરજી બાબતે ગત મંગળવારના રોજ અરજદાર તથા સામાવાળાને પોલીસ સ્ટેશનમાં બોલાવતા તેઓ ગયા હતા.

અરજીના કામથી આવેલા માલતીબેન પોલીસ મથકના બગીચા પાસે હતા. ત્યારે તેમને અચાનક ચક્કર આવતા પડી ગયા હતા. જેઓ પેહલાથી વાલની બીમારીથી પણ પીડાતા હતા અને બે વાર તેમના વાલની બીમારીને સંબધિત ઓપરેશન પણ થઈ ચૂક્યા હતા. બેભાન થતાં તરત જ તેમને સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે શામગહાન CHC ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ બનતા સાપુતારા પોલીસ મથકે પીએમ કરવી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…