એમ.એસ. યુનિ.ના હંગામી કર્મીઓનું આંદોલન બન્યુ, ઉગ્ર મહાન વિભૂતિઓના ફોટા સાથે રાખી ઢોલ-વાજિંત્રો સાથે પ્રાર્થના સભા યોજી | M.S. The temporary workers of the University organized a movement, held a prayer meeting with drums and instruments along with the photos of the great great Vibhuti. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • M.S. The Temporary Workers Of The University Organized A Movement, Held A Prayer Meeting With Drums And Instruments Along With The Photos Of The Great Great Vibhuti.

વડોદરા4 કલાક પહેલા

  • કૉપી લિંક

વડોદરાની એમ.એસ.યુનિવરસિટીના હંગામી કર્મચારીઓ તેમની વિવિધ પડતર માગો પુરી ન થતા રજીસ્ટ્રારની ચેતવણી બાદ પણ ગઈકાલથી કાળઝાળ ગરમીમાં હંગામી કર્મીઓએ હેડ ઓફિસ ખાતે રામધુન સાથે વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી, જે વિરોધ પ્રદર્શન આજે બીજા દિવસે પણ ઢોલ-વાજિંત્રો સાથે રામધૂન અને મહાન વિભૂતિઓના ફોટા સાથે રાખી યથાવત રહ્યા હતા.

બીજા દિવસે માગણીને લઈને ઊગ્ર રજૂઆત
એમ.એસ.યુનિવર્સિટીના એક હજાર હંગામી કર્મચારીઓ કાયમી કરવા સાથે અન્ય પડતર માંગોને લઈને યુનિ સત્તાધીશો સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે, આજે આંદોલનના બીજા દિવસે હંગામી કર્મચારીઓનું આંદોલનમાં શહેર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જોડાઈને હંગામી કર્મચારીઓની લડતને સમર્થન આપ્યું હતું અને આજે મળેલ સિન્ડિકેટ બેઠકમાં સિન્ડિકેટ સભ્યોને આવેદન આપી કર્મચારીઓએ તેમની માંગણીને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી.

ઢોલ-વાજિંત્રો સાથે પ્રાર્થનાસભા કરવામાં આવી
આંદોલનના બીજા દિવસે મહાત્મા ગાંધી, ડૉ. બાબાસાહેબ આંબેડકર, છત્રપતિ શિવાજી મહારાજ, રાજ ભગતસિંહ તેમજ યુનિવર્સિટીના સ્થાપક સર સયાજીરાવ ગાયકવાડ જેવી મહાન વિભૂતિઓના ફોટા અને ઢોલ-વાજિંત્રો સાથે ભજન કરી નિંદ્રાધીન સત્તાધીશોની આખો ખુલે અને તેમને ભગવાન સદબુદ્ધિ આપે તે હેતુથી પ્રાર્થના સભા કરવામાં આવી હતી.

કાળઝાળ ગરમીમાં વિરોધ પ્રદર્શન​​​​​​​
આદોલન ન કરવા રજીસ્ટ્રારની ચેતવણી છતાં હંગામી કર્મચારીઓ પડતર માંગો માટે મેદાને ઉતારતા સત્તાધીશો દ્ધારા આંદોલન શરૂ થાય તે પહેલા જ આંદોલનને કચડી નાખવા ધમપછાડા કર્યા હતા, પણ આંદોલન રોકવામાં નિષ્ફળ રહેતા હંગામી કર્મીઓએ ગરમીથી ત્રાહિમામ પોકારી ધરણાં સમેટી લે તેવા હેતુથી તંબુ બાંધવા ફરાસખાનાવાળા આવતા તેમને પણ અટકાવ્યા હતા. તો કર્મચારીઓએ ગરમીથી બચવા છત્રીઓનો સહારો લઇ વિરોધ પ્રદર્શન જારી રાખ્યું હતું.

Previous Post Next Post