વડોદરાની MSUમાં 75 દિવસ બાદ પણ રિઝલ્ટ ન આવતા વિદ્યાર્થીઓ વિફર્યા, રામધૂન બોલાવીને હેડ ઓફિસને તાળાબંધી કરી | Vadodara's MSU not getting results even after 75 days, students protest, call Ramdhun and lock down head office | Times Of Ahmedabad

વડોદરા9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં 10 એપ્રિલથી એટીકેટીની પરીક્ષા શરૂ થતી હોવા છતાં યુનિવર્સિટીએ ફર્સ્ટ યરના રિઝલ્ટ જાહેર કર્યાં ન હોવાથી ઝડપથી રિઝલ્ટ જાહેર કરવાની માંગ સાથે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આજે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ રામધૂન બોલાવીને હેડ ઓફિસને તાળા બંધી કરી હતી. જેથી યુનિવર્સિટી સત્તાધિશો દોડી આવ્યા હતા અને બે દિવસમાં રિઝલ્ટ જાહેર કરવાની અને પરીક્ષા પાછી ઠેલવાની તૈયાર દર્શાવી હતી.

વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી જશે
વિદ્યાર્થી વિકાસ સંઘના પ્રમુખ પાર્થ પંડ્યાએ જણાવ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટીમાં 10 એપ્રિલથી એટીકેટીની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, જોકે, યુનિવર્સિટીએ કેટલીક ફેકલ્ટીઓમાં હજુ સુધી ફર્સ્ટ યરની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું નથી. જેથી અનેક વિદ્યાર્થીઓ એટીકેટીની પરીક્ષા આપવાથી વંચિત રહી જાય તેમ છે. જેથી આ મામલે જલ્દી રિઝલ્ટ જાહેર કરીને વિદ્યાર્થીઓ આપી શકે તે માટે કોઈ રસ્તો કાઢવાની માંગ સાથે આજે અમે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આંદોલન કર્યું હતું.

75 દિવસે પણ રિઝલ્ટ નથી આવ્યું
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 45 દિવસમાં રિઝલ્ટ જાહેર કરવાનો નિયમ છે. તેમ છતાં 75 દિવસ બાદ પણ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જેથી અમે આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રામધૂન બોલાવીને હેડ ઓફિસને તાળાબંધી કરી હતી. જેષી ટેક્નોલોજી ફેકલ્ટીના ડીન ધનેશ પટેલ, પીઆરઓ લકુલીશ ત્રિવેદી અને ડેપ્યુટી રજીસ્ટ્રાર દર્શન મારું દોડી આવ્યા હતા અને બે દિવસમાં રિઝલ્ટ જાહેર કરવાની અને પરીક્ષા પાછી ઠેલવાની તૈયારી દર્શાવી હતી.

યોગ્ય નિરાકરણની બાહેધારી આપી
વડદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીના પબ્લિક રીલેશન ઓફિસર લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ફર્સ્ટ યરના રિઝલ્ટ ડિકલેર નથી થયા, એ સંદર્ભે અત્યારે અમે ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી અને એન્જિયરિંગના ડીનને બોલાવી યોગ્ય નિરાકરણ લાવીશું અને રિઝલ્ટની પ્રોસેસ ઝડપી કરીશું અને જરૂર પડશે તો યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પાછી ઠેલવાની પણ પૂરેપૂરી તૈયારી છે. વિદ્યાર્થીઓના હિતમાં અને તેમને કોઈ નુકસાન ન જાય તેના માટે યુનિવર્સિટી ચિંતિત છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم