વડોદરા મ્યુનિ.માં કમિશનર દિલીપકુમાર રાણા અને ડેપ્યુટી કમિશનર અર્પિત સાગરે પદભાર સંભાળ્યો | Vadodara Municipal Commissioner Dilip Kumar Rana and Deputy Municipal Commissioner Arpit Sagar took charge. | Times Of Ahmedabad

વડોદરા2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા

વડોદરા મહાનગર સેવા સદનમાં નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરે આજે પદભાર સંભાળ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, વડોદરામાં રસ્તા ઉપર રખડતી ગાયોનો વિકટ પ્રશ્ન છે. અમે આ પ્રશ્નનો ઉકેલ લાવી શહેરીજનોને રખડતી ગાયોના ત્રાસથી મુક્તિ અપાવવાનો પ્રયાસ કરીશું. જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલનમાં રહીને શહેરના વિકાસની કૂચને આગળ ધપાવીશું.

109 આઈએએસની બદલીઓ થઇ હતી
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાજ્યમાં 109 આઈએએસ અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા હતા. જેમાં કચ્છ-ભૂુજના કલેક્ટર દિલિપકુમાર રાણાની વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે અર્પિત સાગરની નિમણૂક કરવામાં આવી હતી. ગત સોમવારે સવારે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ છોડી દીધો હતો. ત્યારે આજ રોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલિપકુમાર રાણા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરે પદભાર સંભાળી કામગીરી ચાલુ કરી દીધી હતી.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર

પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયાસ કરીશું
નવા મ્યુનિસિપલ કમિશનર દિલિપકુમાર રાણા માટે રસ્તા ઉપર રખડતી ગાયો, પ્રવર્તમાન ઉનાળાની ઋતુમાં શરૂ થનાર પાણીનો પ્રશ્ન, જૂની પાણી ડ્રેનેજની લાઈનોના કારણે વારંવારની સમસ્યા, વડોદરામાં જરૂરિયાત સામે ઓછા ફાયર સ્ટેશન, ઓછા વાહનોની સંખ્યા, મુખ્ય માર્ગો ઉપર લારી ગલ્લાના દબાણો, વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશન દ્વારા છોડવામાં આવી રહેલા દૂષિત પાણી સહિતના અનેક પ્રશ્નો પડકારૂપ પુરવાર થશે. જો કે, મ્યુનિસિપલ કમિશનરે આજે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટેની કામગીરી રહેશે. ઉપરાંત જે કોઇ શહેરના સળગતા પ્રશ્નો છે તેનો કેવી રીતે ઉકેલ આવી શકે તે માટે અભ્યાસ કરીને વહેલી તકે પ્રશ્નો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું.

વીએમસી કચેરી

વીએમસી કચેરી

મારો પ્રથમ અનુભવ છે
વડોદરાના ડેપ્યુટી કમિશનર તરીકે અર્પિત સાગરે જણાવ્યું હતું કે, મહાનગર પાલિકાનો મારો આ પ્રથમ અનુભવ છે. અગાઉ મેં વલસાડ અને નવસારીના ડીડીઓ તરીકે જે ફરજ બજાવી છે તેનો અનુભવ અહીં મને કામ લાગશે. સૌ પ્રથમ તો અહીં શું કાર્યપ્રણાલી છે? તે મારે સમજવી પડશે અને કમિશનરના માર્ગદર્શન હેઠળ સારા કામ કરવાના પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવશે. ઉપરાંત વર્તમાન સમયમાં જે પ્રશ્નો ઊભા થયા છે તેને કેવી રીતે દૂર કરવા અને સૌને સાથે મળીને કામ કરવા પર ભાર મૂકાશે. વડોદરાના વિકાસની કૂચ આગળ ધપાવીશું. ઉલ્લેખનીય છે કે, અંદાજે 19 મહિના બાદ વડોદરા કોર્પોરેશનને ડેપ્યુટી કમિશનર મળતા કામગીરીમાં થોડી રાહત જણાશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم