સાબરકાંઠા (હિંમતનગર)32 મિનિટ પહેલા
- કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાવર પાસે અખાત્રીજને શનિવારે શ્રી ભગવાન પરશુરામ પાર્કમાં પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો નગરપાલિકા દ્વારા ટાવર ચોકમાં મિનરલ પાણી અને છાશ કેમ્પની આજથી શરૂઆત કરી છે. જેમાં ધારાસભ્યના હસ્તે પ્રારંભ થયો હતો. તો પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું પણ વિતરણ કરાયું હતું. તો પાલિકાના સફાઈ કર્મીઓ માટે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

હિંમતનગર શહેરમાં ટાવર ચોક પાસે ભગવાન શ્રી પરશુરામ પાર્કમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મસમાજ સાબરકાંઠા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પરશુરામ પાર્કમાં સવારે પૂજન અર્ચન સાથે યજમાન અને સમાજના અગ્રણીઓ દ્વારા ધ્વજા રોહણ કર્યું હતું. ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવમાં જિલ્લા કલેક્ટર નિમેષ દવે, ધારાસભ્ય વી.ડી. ઝાલા, પાલિકા પ્રમુખ યતીન મોદી, હિંમતનગર નાગરિક સહકારી બેન્કના ચેરમેન હિરેન ગોર સહિત સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત કલેક્ટરનું બ્રહ્મ સમાજ દ્વારા જીવાત્માશતકમ પુસ્તક આપીને સન્માન કર્યું હતું. ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવમાં સમૂહ આરતી કરવામાં આવી હતી. ઉજવણી પૂર્ણ થયા બાદ બ્રહ્મસમાજના યુવાનોએ પક્ષી માટે કુંડાનું વિતરણ કર્યું હતું. તો ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવમાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિંમતનગરના ટાવર ચોકમાં નગરપાલિકા દ્વારા ઉનાળામાં ઠંડુ મિનરલ પાણી અને છાશ વિતરણ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલાએ રીબીન કાપી આ કેમ્પને શરુ કરાવ્યો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ યતીન મોદી, પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર સિદ્ધાર્થ પટેલે, શહેર ભાજપ પ્રમુખ વાસુદેવ રાવલ, ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સહિત વિસ્તારના પાલિકાના સદસ્ય અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉનાળાની ગરમીમાં હિંમતનગર શહેરમાં ટાવર ચોક પાસે આવેલી નગરપાલિકા દ્વારા ઠંડી છાશ પીવા માટેના મિનરલ ઠંડા પાણીના કેમ્પ સાથે પક્ષીઓ માટે પીવાના પાણી માટે કુંડા અને રહેવા માટે માળાનું પણ શહેરીજનોને વિતરણ કરવામાં આવ્યું હતું. આમ પાલિકા દ્વારા આજે ત્રિવિધ કાર્યક્રમમાં ઉનાળાની ગરમીમાં શહેરીજનો અને આજુબાજુના ગામના શહેરમાં આવતા લોકો માટે બપોરે ઠંડી છાશ અને સવારથી સાંજ સુધી મિનરલ ઠંડુ પાણી આપવામાં આવશે, જેની શરૂઆત આજથી થઇ ગઈ છે. આ પ્રસંગે પાલિકાના કર્મચારીઓ માટેનો ફરી મેડીકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.







