Tuesday, April 4, 2023

ભાવનગર યુનિ. ખાતે NSUIએ પેપર કાંડમાં પકડાયેલા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીનું પોસ્ટર બાળી વિરોધ પ્રદર્શન કર્યું | Bhavnagar Univ. NSUI staged a protest by burning a poster of in-charge principal Amit Galani, who was caught in the paper scandal | Times Of Ahmedabad

ભાવનગર39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનું બીકોમ સેમેસ્ટર 6નું એકાઉન્ટનું પેપર ફૂટ્યુ હતું. ત્યારે જી.એલ. કાકડીયા કોલેજ ઓફ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી જે પેપર કાંડમાં પકડાયા છે તેના વિરોધમાં યુનિવર્સિટી ખાતે અમિત ગલાણીના પોસ્ટરોઓ સળગાવી NSUIએ સૂત્રોચાર કર્યા હતા.

કડક કાર્યવાહીની માગ કરાઈ
આ અંગે NSUIના ગિરિરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, પેપર કાંડમાં પકડાયેલા અમિત ગલાણી જે ABVP સાથે સંકળાયેલા છે અને જે ABVP ગઈકાલે મોટા ઉપાડે રજૂઆત કરતા હતા કે તાત્કાલિક પકડવામાં આવે જ્યારે અમિત ગેલાણીનું નામ આવતા ABVP ચૂપ બેસી ગયું છે, વધુમાં તેણે જણાવ્યું હતું કે, આ અગાઉ પણ ચાર પેપરો તેણે ફોડ્યા હતા, NSUI દ્વારા આની પર કડક કાર્યવાહી કરવામાં આવે અને આગલા પેપરો ફોડ્યા છે તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

વિદ્યાર્થીએ મારા મોબાઈલનો ફોટો પાડી વાયરલ કર્યો
આ મામલે પેપર લીક થયાનો આક્ષેપ કરનાર યુવરાજસિંહ એ જણાવ્યું હતું કે, કોમર્સ કોલેજના ઈનચાર્જ પ્રિન્સીપાલ અમીતભાઈ ગલાણીએ મને પાણી ટાંકી એ આવી ને રૂબરૂ વાત કરી અને સમગ્ર બનાવ અંગે જણાવ્યું હતું, આ ફોટો પાડેલો છે તે મારા મોબાઈલનો છે અને આ કોઈ વિદ્યાર્થીએ મારા મોબાઈલનો ફોટો પાડી વાયરલ કર્યો છે, આ ફોટો વિવેક મકવાણા નામના વિદ્યાર્થીએ ફોટો પાડ્યો હોવાનું જણાવ્યું હતું અને તેની પાસેથી બીજા વિદ્યાર્થીઓ ને ફોટા મોકલ્યા હોવાનું અમીતભાઈએ યુવરાજસિંહને જણાવ્યું હતું.

પેપર લીક મામલે વાઈલ ચાન્સલર એમ.એમ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કમિટીએ રિપોર્ટ સબમીટ કર્યો છે. જવાબદારો સામે પોલીસ ફરીયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમિત ગલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ કરવામાં આવી છે. આ ઉપરાંત જી એલ કાકડીયા કોલેજમાં પરીક્ષા કેન્દ્ર હતું તેને તાત્કાલીક અસરે રદ કર્યું છે. તેમજ પોલીસ તપાસમાં જાણવા મળશે કે કેટલા વિદ્યાર્થીઓ અસરકર્તા છે તેના આધારે પરીક્ષા રદ કરવી કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે. કાકરીયા કોમર્સ કોલેજ છે તેની માન્યતા રદ કરવા માટે સર્વોચ્ચ સત્તા મડળને ભલામણ કરી છે. અત્યારે જે કર્મચારીનું નામજોગ માહિતી પોલીસ પાસેથી સામે આવી છે તેની સામે ફરિયાદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.