Tuesday, April 4, 2023

NCERT- CBSEએ પુસ્તકોમાં કોર્ષ ઘટાડીને નવા પુસ્તકો પ્રકાશિત કર્યા, એસોસિએશનની માગ- જૂના પુસ્તકો ચાલુ રાખો | NCERT-CBSE publishes new books reducing course in books, Association demands-continue old books | Times Of Ahmedabad

અમદાવાદ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

NCERT તથા CBSE બોર્ડના પુસ્તકોમાં કોર્ષ ઘટાડીને નવા પુસ્તકો પ્રકાશિત કરવાની સામે બુક એન્ડ સ્ટેશનરી એસોસિએશને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને એક વર્ષ જુના પુસ્તકો ચાલુ રાખવા માંગ કરી છે,કારણકે બુક સેલર્સ પાસે હજુ કરોડો રૂપિયાના જુના પુસ્તકો છે જે નવા પુસ્તક આવતા વહેંચશે નહિ તો નુકસાન થશે.

ફેડરેશન ઓફ બુક એન્ડ સ્ટેશનરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ડાયરેક્ટને પત્ર લખીને જણાવ્યું છે કે નવા વર્ષથી NCERT તથા CBSEના પુસ્તકોમાં કોર્ષ ઘટાડીને નવા પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે.ગુજરાતના 8 હજારથી વધુ બુક સેલર્સ પાસે કરોડો રૂપિયાના પુસ્તકો જુના કોર્ષનાં છે.જે ના વહેંચાય તો કરોડો રૂપિયાનું નુકસાન થશે.

ઘટાળેલા કોર્ષના નવા પુસ્તકો પાઠ્યપુસ્તક મંડળ બનાવે તો તેની સામે જુના કોર્ષ તથા નવા કોર્ષ બંનેના પુસ્તકો આ વર્ષે સ્કૂલો દ્વારા માન્ય રાખે.આ અંગે બોર્ડે એક પરિપત્ર બહાર પાડવો તથા લેખિતમાં સ્કૂલોને જાણ કરવી જેથી સ્કૂલો જુના પુસ્તકોને પણ માન્ય રાખે.આ નિર્ણયથી વેપારીઓના પુસ્તકો વેચી શકશે અને કરોડો રૂપિયાના નુકસાનથી બચી શકશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.