દાહોદ9 મિનિટ પહેલા
- કૉપી લિંક

સમલૈંગિક યુગલો વચ્ચે લગ્ન બાબતે કાનૂની માન્યતા આપવા બાબતે દાહોદની મહિલાઓ દ્વારા સખત વિરોધ નોંધાવવામા આવ્યો હતો.મહિલાઓએ દાહોદ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
લગ્ન સંસ્કાર એટલે 12મો સંસ્કાર
દાહોદની મહિલાઓ દ્વારા દાહોદ જિલ્લા અધિક કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટમાં હાલમાં સમલૈંગિક યુગલ દ્વારા ભારતમાં રહેતા સમલૈંગિક યુગલો વચ્ચે લગ્ન બાબતે કાનૂની માન્યતા આપવા તથા કાનૂની રાહે માન્યતા મેળવવા માટે કોર્ટ આવા સમલૈંગિક લગ્ન કાનૂની ગણવા માટે ચુકાદાની રાહ જોવાઈ રહી છે .ત્યારે આવી પરિસ્થિતિમાં 16 સંસ્કારો પૈકી બારમું લગ્ન સંસ્કાર અતિ મહત્વનો છે.

ભારતીય સંસ્કૃતિમાં વિવાહ ધાર્મિક વિધિ
લગ્ન સંસ્કારથી બ્રહ્મચર્યાશ્રમમાં રહેતી વ્યક્તિનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થાય છે અને સામાજિક જીવનના આધારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાધનામાં પ્રવૃત્તિ થાય છે. હિન્દુ બ્રહ્મચર્યશ્રમ ધર્મમાં ગૃહસ્થ શ્રમને વાનપ્રસ્થાશ્રમ અને પોષક કહ્યું છે. વિશ્વમાં લગ્ન તમામ ધર્મો કે જાતિના લોકોમાં કોઈને કોઈ રીતે લગ્ન માટે વિવાહ લગ્ન સંસ્કારની પ્રથા પ્રચલિત છે. પાણિ ગ્રહણ પરિણય વિગેરે શબ્દો પ્રચલિત છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર વિવાહએ એક ધાર્મિક વિધિ છે. જુદા જુદા બે પરિવાર કુટુંબના સ્ત્રી અને પુરુષનું પ્રેમના તાંતણે જોડાણ થાય છે. આ જોડાણથી એક પરિવારનો વંશ આગળ વધે છે. લગ્ન સંસ્કારમાં સાથે જોડાયેલા સ્ત્રી પુરુષનો દાંપત્ય સંબંધ જીવન પર્યંતનો હોય છે.
ભારત વિશ્વને શ્રેષ્ઠ માર્ગદર્શન આપનાર
લગ્ન સંસ્કાર ભલે એક ધાર્મિક વિધિ છે પરંતુ તેનો વ્યક્તિ અને સમાજ ઉપર મોટો ઊંડો પ્રભાવ પડે છે વિગેરે જેવી અનેક બાબતોને ધ્યાનમાં રાખી દાહોદની મહિલાઓ દ્વારા આ આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને સુપ્રત કર્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઇ આવનાર સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપનાર શ્રેષ્ઠ આપણા સૌનું ભારત આવા સમલૈંગિક લગ્નને માન્યતા ન મળે તે હેતુસર આવેદનપત્ર આપ્યું હતું.