Tuesday, April 25, 2023

કડીમાં હથિયારો સાથે ફોટા પડાવી સ્ટેટસ રાખી અને સોશિયલ મીડિયામાં ફેરવતા યુવકને પોલીસે દબોચી લીધો | Police nabbed the young man who posted photos with weapons in his hand and posted them on social media | Times Of Ahmedabad

મહેસાણા23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં હથિયારો સાથે ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં ફેરવવા તેમજ સ્ટન્ટ કરવાની એક અનોખી ફેશન બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયામાં ફોટા અને વીડિયો ફરતા થતા ની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી જઈને આવા શખ્સોને કાયદાનું ભાન કરાવતા હોય છે. ત્યારે કડીમાં પણ આવ્યો જ એક કિસ્સો સામે આવ્યો છે. કડી કસ્બા વિસ્તારમાં ભાગત વાળામાં રહેતા યુવકે સોશિયલ મીડિયામાં તેમજ વોસ્ટએપના ગ્રુપમાં હથિયારો સાથે ફોટા મુકતા પોલીસને ધ્યાનમાં આવતા યુવકને કાયદાનું ભાન કરાવીને જેલના સળિયા પાછળ ધકેલીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી પોલીસ સ્ટેશનની સર્વલન્સની ટીમ અલગ-અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન ખાનગી રાહે બાદમી મળી હતી કે, કડી કસ્બા વિસ્તારમાં આવેલ ભાગત વાળા પાસે રહેતો ઈમ્તિયાઝ હુસેન પરમાર કે પોતે પોતાના મોબાઈલમાં તલવાર અને ધારીયા જેવા ઘાતક હથિયારોના ફોટા પાડી સ્ટેટસમાં મુકેલા છે અને વાયરલ કરેલા છે જે આધારે તેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

કડી પોલીસ સ્થળ વાળી જગ્યા ઉપર પહોંચીને ઈમ્તિયાઝ હુસેન પરમારની ધરપકડ કરી હતી. તેમજ તેના મોબાઈલનો કબજો મેળવ્યો હતો અને તેના ઘરની અંદર માળિયામાં પડેલ તલવારનો કબજો મેળવ્યો હતો અને તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. કડીના કસ્બા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મારામારી તેમજ હુમલાના અનેક બનાવો સામે આવ્યાં છે ત્યારે કડી પોલીસે હથિયારો સાથે ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં ફેરવીને રોફ જમાવતા યુવકની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…