‘સીધા કિસાન સે’નામનું પોર્ટલ જંતુનાશક વસ્તુ વેચે છે: કોંગ્રેસ | Portal named 'Sidha Kisan Se' sells pesticides: Congress | Times Of Ahmedabad

ગાંધીનગર3 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજયભરમાં જીરું, સીંગતેલ સહિતની 200 જેટલી ખેતપેદાશો ઓર્ગેનિક છે અને ખેડૂતો વેચે છે તે ઝેરયુકત છે તેવો ખુલ્લેઆમ પ્રચાર કરતી ‘સીધા કિસાન સે’ પ્રોડકટ પોતે જ ઓર્ગેનિક હોવાનો ભાંડો ફૂટતા મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને કોંગ્રેસે રજૂઆત કરી છે.

જંતુનાશક તત્ત્વો હોવા છતાં ઓર્ગેનિકના નામે વેચાણ
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત રતનસિંહ ડોડિયાએ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવતા ‘સીધા કિસાન સે’ યોજનાનું મગફળી તેલ અને જીરુંમાં જંતુનાશક તત્ત્વો હોવાનું કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ જણાવ્યું હતું. જંતુનાશક તત્ત્વો હોવા છતાં ઓર્ગેનિકના નામે વેચાણ કરતા સીધા કિસાન સે પ્રોડકટ બાબતે મુખ્યમંત્રી,કૃષિ મંત્રીને પણ રજૂઆત કરાઇ છે. આ પ્રોડકટની જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને અન્ય એક લેબમાં તપાસ કરાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم