જિલ્લામાં રાજ્યપાલના આગમનને લઇ વહીવટીતંત્ર દ્વારા તૈયારી હાથ ધરાઇ, પેઢમાલા ગામે મહાકાળી માતાના ફોટોનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો | Preparations were made by the administration for the arrival of the Governor in the district, Pedhamala village organized Mahakali Mata's photo Prana Pratishtha Mohotsav. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Preparations Were Made By The Administration For The Arrival Of The Governor In The District, Pedhamala Village Organized Mahakali Mata’s Photo Prana Pratishtha Mohotsav.

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યપાલના આગમનની વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ…
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સાબરડેરીમાં આગામી તા.6 એપ્રિલ 2023ના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુલાકાત લેનાર છે. જેને લઈને હિંમતનગર પ્રાંત અધિકારી જયંત કિશોરના અધ્યક્ષસ્થાને સાબરડેરી ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

હિંમતનગરમાં સાબરડેરીમાં ઓડીટોરીયમ ખાતે પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ રાજ્યના રાજ્યપાલ આચર્ય દેવવ્રતના અધ્યક્ષતમાં આગામી તા. 6 એપ્રિલ 2023ના રોજ યોજાનાર છે. જેને લઈને પ્રાંત અધિકારી જયંત કિશોરે સાબરડેરીના સંયોજક કમીટી અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક કરી તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાજ્યપાલના આગમનને લઇ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેનાર હોઇ તે બાબતને ધ્યાને લઇ આનુષંગિક વ્યવસ્થા કરવા પ્રાંત અધિકારીએ જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું. જેમાં ખેડૂતો તથા આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા, હેલીપેડ આવાગમનના રસ્તાઓ, પાર્કિગ, કૃષિ સ્ટોલ તથા પીવાના પાણી સહીતની તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું. આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પેઢમાલા ગામે મહાકાળી માતાનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો…
હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે સમસ્ત ગામ દ્વારા મહાકાળી માતાનો એક દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં ગામમાંથી વાજતેગાજતે ડી.જેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

જેમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્ય પાટલાના યજમાન તરીકે પ્રતાપસિંહ કાળુસિંહ ઝાલાએ ધર્મ લાભ લીધો હતો. ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તે બદલ મહાકાળી મંદિરના ભુવાજી હસમુખ સિંહેએ સર્વેનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post