- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- R. Of Rajkot. D. The Demand Of Congress To Cancel The Affiliation Of Gardi College Was Presented In A Letter To The Chancellor
23 મિનિટ પહેલા
- કૉપી લિંક

રોહિતસિંહ રાજપુત, કોંગ્રેસ પ્રવક્તા
રાજકોટનાં જામનગર હાઈવે પર ચાલતી આર. ડી. ગાર્ડી કોલેજ કે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન BSc, MSc, B.ed., MSW, LLB, DMLT, BSc nursing, જેવા કોર્ષ ચલાવવામાં આવે છે. જોકે આ કોલેજમાં કોઈપણ કોર્ષ રેગ્યુલર ચાલતો નહીં હોવાથી આ કોલેજ ગેરકાયદે હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ મામલે સૌરાષ્ટ્ર કોંગ્રેસનાં પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે કુલપતિને પત્ર લખ્યો છે. જેમાં કોલેજમાં વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા આપવા બોલાવવામાં આવતા હોવાનું કહી આ કોલેજની માન્યતા તાત્કાલિક અસરથી રદ્દ કરવાની માગ કરવામાં આવી છે.
વિધાર્થીઓ હાજરી આપ્યા વગર અભ્યાસ કરી રહ્યા છે
સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે પત્રમાં લખ્યું છે કે, જામનગર હાઈવે ઉપર કાર્યરત આર. ડી. ગાર્ડી કોલેજમાં અમારા ધ્યાને આવેલ માહિતી મુજબ એકપણ કોર્ષ રેગ્યુલર ચાલતો નથી. જયારે વિધાર્થીઓ ઍડમિશન લેવા આવે ત્યારે જ કોલેજ મેનેજમેન્ટ દ્વારા જણાવામાં આવે છે કે પુરી ફી ભર્યાં બાદ સીધી પરીક્ષા આપવા માટે આવો તો ચાલશે. જેટલા કોર્ષ સૌ.યુનિ.ના નિયમો મુજબ રેગ્યુલર ચલાવવા ફરજીયાત હોય છે, તે અંગે કોલેજના છેલ્લા એક વર્ષના સીસીટીવી અને હાજરીપત્રક તપાસી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે અને આ ગંભીર બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને ત્યાંના LLB, MSW, B.ed. ના વિધાર્થીઓ અહીંયા વધુ સંખ્યામાં એક્સટ્રેનલ (હાજરી આપ્યા વગર) અભ્યાસ કરી રહ્યા છે.
કોલેજમાં તપાસ માટેની માગ ઊઠી
જયારે યુનિવર્સિટીની પરીક્ષાઓ સીસીટીવી ઓનલાઇન હોવાથી કોલેજના લોબીમાંથી મૌખિક જવાબો બોલીને પ્રશ્નપેપરોના જવાબો વિદ્યાર્થીઓને લખાવી આપીને ચોરી ખુદ કોલેજ મેનેજમેન્ટના માણસો જ કરાવી રહ્યાનું અમને વિધાર્થીઓએ જણાવ્યું છે. આ બાબતે યોગ્ય તપાસ કરાવવામાં આવે તેવી અમારી સ્પષ્ટપણે માંગ છે. જો આજ દિવસ પહેલાની પરીક્ષાના સીસીટીવી વિધાર્થીઓની માસ મુવમેન્ટના આધારે તપાસવામાં આવે તો આ હકીકત સામે આવી જશે. આ કોલેજ કેમ્પસના એક બિલ્ડિંગમાં અનેક યુનિવર્સિટીઓના કોર્ષ જેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, GTU, પેરામેડિકલ, કાઉન્સીલના કોર્ષ એક સાથે ચાલે છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકલ ઇન્સ્પેક્શન કમિટી (LIC) નું વાર્ષિક રિપોર્ટ સીડી સાથે જાહેર કરવામાં આવે જેથી વિધાર્થીજગતમાં ખ્યાલ આવે કે સુવિધાઓ વગર સંપૂર્ણ ફીની વસુલાત કરવામાં આવે છે કે નહિ? કોલેજમાં ચાલતા તમામ કોઓં માટે લાયકાત મુજબના પ્રોફેસરો છે કે નહિ ? કેટેગરી મુજબ ભરતી કરવામાં આવી છે કે નહિ? કેમ્પસમાં કોર્ષ પ્રમાણે પ્રાયોગિક લેબ,ક્લાસ છે કે નહિ તે અંગે પણ તપાસ કરાવવી અત્યંત જરૂરી છે.
નિષ્પક્ષ તપાસ કમિટીની રચના કરી મફતમાં પગાર લેતા કર્મચારીની હક્કલપટ્ટી કરો
વધુમાં તેમણે જણાવ્યું છે કે, અત્યંત તપાસનો વિષય એ છે કે આ કોલેજના સંચાલક ડૉ. દિનેશ ચોવટીયા છે. જે ધ્રોલ સ્થિત સી આર ગાર્ડી આર્ટ્સ એન્ડ કોમર્સ ગ્રાન્ટઈનેટ કોલેજના હેડક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેથી આ બંને કોલેજના છેલ્લા એક વર્ષના સીસીટીવી રેકોર્ડ તપાસવવામાં આવે તો ખ્યાલ આવશે કે, આરડી ગાર્ડી કેમ્પસમાં આ સંચાલક હાજર હશે. જેથી સરકારી તિજોરીમાંથી ખોટી રીતે મળતો છેલ્લા ત્રીસ વર્ષથી પગાર જતો બચે અને આ અંગે આપ દ્વારા બિનકાયદેસર પગાર લેતા કર્મચારી વિરુદ્ધ નિષ્પક્ષ તપાસ કમિટીની રચના કરી મફતમાં પગાર લેતા કર્મચારીની હક્કલપટ્ટી કરવાનો સરકારમાં રિપોર્ટ કરવામાં આવે. અત્યાર સુધી કોલેજ ગયા વગર મફતમાં પ્રજામાં પૈસે થતો લાખોની રકમનો પગાર સંચાલક નૈતિકતાનાં ધોરણે સરકારમાં જમા કરાવે તેવી કાર્યવાહીની અમારી માંગ છે.