Tuesday, April 25, 2023

હારીજમાં પૂરઝડપે આવી રેહલા ડમ્પરે બાઈક સવાર માતા-પુત્રને અડફેટે લીધા, માથા પર વ્હીલ ફરી જતા મહિલાનું ઘટના સ્થળે કરૂણ મોત | Rehla Dumper came at full speed in Harij and hit the bike riding mother and son, the woman died tragically on the spot as the wheel rolled on her head. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Rehla Dumper Came At Full Speed In Harij And Hit The Bike Riding Mother And Son, The Woman Died Tragically On The Spot As The Wheel Rolled On Her Head.

પાટણ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હારીજ તાલુકાના રૂગનાથ પુરા ગામથી રોડા ગામ તરફ જવાના માર્ગ પર એક યુવાન તેની માતાને લઈ પાટણમાં દવાખાને જઈ રહ્યો હતો. તે દરમિયાન એક ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જેમાં બાઈક પર સવાર માતા અને પુત્ર નીચે પટકાયાં હતા. મહિલા પર ડમ્પર ફળી વળતા ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.

સમી તાલુકાના શેરપુરા ગામે રહેતો ભરતભાઈ રમેશભાઈ ઠાકોર તેની માતા સતુબેનને લઈ પાટણ હોસ્પિટલ જઈ રહ્યો હતો. તે દરમ્યાન રૂગનાથપુરા તરફથી રોડા ગામ તરફ જોગણી માતાજીના મંદિર નજીક પહોંચતા સામે પુરઝડપે આવી રહેલ ડમ્પરે ટક્કર મારતાં બાઈક પર સવાર માતા અને પુત્ર નીચે પટકાયાં હતા.

જેમાં ડમ્પર ચાલકે પોતાનું વાહન સ્પીડમાં ચલાવી બ્રેક નહીં મારી ભરતભાઈની માતા સતુબેનના માથા પરથી ડમ્પર ફળી વળ્યું હતું. જેથી માથાનો ભાગ છુંદાઈ ગયો હતો જેના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ડમ્પર ચાલક પોતાનું વાહન મુકી ઘટના સ્થળેથી ફરાર થયો હતો. ભરતભાઈની આંખોની સામે માતાનું કરૂણ મોત થતાં શોકની છાગણી છવાઈ હતી. અકસ્માતી જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, સતુબેનને હારીજ રેફરલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં હારીજ પોલીસ મથકે ભરતભાઈ ઠાકોરે ડમ્પર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…