Tuesday, April 25, 2023

અમદાવાદના ST સ્ટેન્ડ પાસે મોબાઈલ દુકાનમાં તોડફોડ, તો આલ્ફા વન મોલમાં બોલાચાલી બાદ છૂટ્ટા હાથની મારામારી | Mobile shop vandalized near ST stand in Ahmedabad, then brawl in Alpha One Mall after brawl | Times Of Ahmedabad

અમદાવાદ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં મારામારી અને દુકાનમાં તોડફોડની બે અલગ અલગ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે શહેરના ગીતામંદિર વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં કેટલાક ટપોરીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેનો વીડિયો વાઇલર થયો છે. ત્યારે આ સંદર્ભે કાગડાપીઠ પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં કેટલાક લોકો વચ્ચે બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારામારી થઈ હતી. સમગ્ર ઘટના લોકોએ મોબાઇલમાં રેકોર્ડ કરી હતી. આ સંદર્ભે વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે લોકો સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

લુખ્ખા તત્વોના આતંકથી વ્યક્તિઓને ધંધો કરવો મુશ્કેલ
અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેન્ડ પાસે હજારો લોકો રોજ અવર જવર કરે છે. અહીં બનેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મોબાઇલનું મોટું માર્કેટ આવેલું છે. જેમાં ખાસ કરીને હોલસેલનું માર્કેટ હોવાથી વેપારીઓ પોતાનું ગુજરાન ચલાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ અહીં કેટલાક લુખ્ખા તત્વોનો એટલો આતંક છે કે, સામાન્ય વ્યક્તિઓને ધંધો રોજગાર કરવો મુશ્કેલ બની ગયો હતો.

તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
એસટી સ્ટેન્ડના પ્લેટફોર્મ નંબર છ પાસે આવેલી આશાપુરા મોબાઈલની દુકાનમાં કેટલાક ટપોરીઓએ આવીને તોડફોડ કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વેપારી પોતાની વસ્તુઓ બચાવવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે હાથમાં પટ્ટા અને છરી સાથે કેટલાક લોકોએ તોડફોડ કરી રહ્યા હતા.

તોડફોડ મામલે આરોપીઓને પકડવાના પ્રયાસો
24 એપ્રિલની સાંજે બનેલી આ ઘટનામાં પોલીસે આ ગુનામાં બે શખસો સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં ભાવેશ ઉર્ફે મંગો અને એક અજાણ્યા શખસ સામે ગુનો દાખલ થયો છે. આ તોડફોડ મામલે પોલીસે તમામ આરોપીઓને પકડી પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

લુખ્ખા તત્વોની કરતૂતો કેમેરામાં કેદ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મંગો અનેક વેપારીઓને પરેશાન કરે છે. નશાની ટેવને કારણે મંગો કોઈની પણ પાસે જઇને રૂપિયાની માંગણી કરતો હયો તેવું પણ કેટલાક વેપારીઓએ અગાઉ પોલીસને રજૂઆત કરી ચૂક્યા છે. આ વખતે તેની કરતૂતો તો કેમેરામાં કેદ થઇ છે. હવે પોલીસે આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.

આલ્ફા વન મોલમાં બે જૂથ વચ્ચે છુટા હાથની મારામારી
અમદાવાદ શહેરના આલ્ફા વન મોલમાં તહેવાર સમય મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો ટીખળ કરતા હતા અને જોત જોતામાં બે જૂથ વચ્ચે છુટા હાથની મારામારી થઈ ગઈ હતી. આ મારા મારી એટલી મોટી થઈ કે, મોલમાં આવેલા અન્ય સામાન્ય લોકો ગભરાઈ ગયા હતા. જ્યારે સિક્યુરિટી ગાર્ડ પહોંચે ત્યાં સુધી મોલમાં ભયનો માહોલ સર્જાયો હતો.

વીડિયો વાઇરલ થયા બાદ સીસીટીવી તપાસવાનું શરૂ
આ સમગ્ર મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.કે. ડાંગરે જણાવ્યું હતું કે, તહેવાર દરમિયાન કેટલાક લોકો વચ્ચે મોલમાં મારામારી થઈ હતી. જેનો વીડિયો વાઇરલ થયા બાદ અમે સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું છે અને આ કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.