જામનગર જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો, કાલાવડ અને જામનગર ગ્રામ્યમાં ગાજવીજ સાથે વરસાદ | Reversal in the atmosphere of Jamnagar district for the second day in a row, rain with thunder in Kalavad and Jamnagar rural | Times Of Ahmedabad

જામનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામોમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો જ્યારે હવામાન ખાતાની આગાહી મુજબ બીજા દિવસે પણ જામનગર જિલ્લાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમજ કાલાવડ તાલુકાના નિકાવા શીશાંગ ,પીપર,આણંદપર વડાલા સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો જેના લીધે ખેતરોમાં પણ પાણી ભરાયા વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સપડા, વિજરખી સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પસી ગઈ હતી અને બપોર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારબાદ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં ગામોમાં પાદર અને ખેતરોમાં પણ પાણી વહેતા થયા હતા.જિલ્લામાં સતત બે દિવસથી માવઠાના કારણે લોકોને ગરમીમાં તો રાહત મળી છે. પરંતુ, બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી છે.

أحدث أقدم