દહેજમાં ભૂગર્ભ ગટરમાં ગુંગળાઈ જવાથી ત્રણ કામદારોના મોત મામલે સરપંચ અને ડેપ્યુટી સરપંચના પતિ સામે ગુનો નોંધાયો, તલાટીને ફરજ મોકુફ કરાયા | Sarpanch and deputy sarpanch's husband charged in connection with death of three workers due to drowning in underground drain in Dahej, Talati suspended | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Sarpanch And Deputy Sarpanch’s Husband Charged In Connection With Death Of Three Workers Due To Drowning In Underground Drain In Dahej, Talati Suspended

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

મંગળવારના રોજ દહેજની નવી નગરી પાસે ડ્રેનેજ સાફ કરવા ઉતરેલ ત્રણ સફાઈ કામદારના મોતના મામલામાં સરપંચ અને ડેપ્યુટી સરપંચના પતિ સામે ગુનો નોંધાવવા પામ્યો છે જયારે તલાટી ક્રમ મંત્રીને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

મૂળ ઝાલોદના પેથાપુર બલેંડિયા ગામના અને હાલ દહેજ ગ્રામ પંચાયતના રૂમમાં રહેતા રમીલાબેન અનીપ પરમાર ગતરોજ સવારે પોતાના રૂમ પર હતા તે દરમિયાન ગામના સરપંચ જયદીપસિંહ રણા અને ડેપ્યુટી સરપંચના પતિ મહેશ ગોહિલએ ગલસિંગ વીરસીંગ મુનિયાને ગામની નવી નગરીની ગટર સાફ સફાઈ કરવાનું કહ્યું હતું અને સત્તાધીશોએ કામદારોને સુરક્ષાના સાધનો આપ્યા વિના ડ્રેનેજ કામગીરી માટે મોકલી આપ્યા હતા મહિલાના પતિ અનીપ જાલુ પરમાર અને ગલસિંગ વીરસીંગ મુનિયા,પરેશ ખુમસંગ કટારા તેમજ ભાવેશ ખુમસંગ કટારા અને જીગ્નેશ અરવિંદ પરમાર સાથે નવી નગરી પાસે 20 ફૂટ જેટલી ઊંડી અત્યંત દુર્ગંધ મારતી ડ્રેનેજ સાફ કરવા અંદર ઉતર્યા હતા કોઈપણ સુરક્ષાના સાધનો કે સેફટી વિના સફાઈ કરી રહેલ કામદારો ગૂગળાઇને તરફડીયા મારવા લાગતા બહાર ઉભેલ ભાવેશ ખુમસંગ કટારા અને જીગ્નેશ અરવિંદ પરમારે બુમરાણ મચાવતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને અંદર રહેલ સફાઈ કામદારોને બચાવવા માટે ભાવેશ કટારાને દોરડું બાંધી અંદર ઉતારતા તે બેભાન થઇ ગયો હતો જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જયારે ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્રણેય સફાઈ કામદારોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.

ઘટના અંગે મૃતક અનીપ પરમારની પત્નીએ સરપંચ જયદીપસિંહ રણા અને ડેપ્યુટી સરપંચના પતિ મહેશ ગોહિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે સરપંચ અને ડેપ્યુટી સરપંચના પતિ સામે સાપરાધ માનવવધ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે બેદરકારી દાખવનાર તલાટી ક્રમ રજનીકાંત સવજીભાઈ મનાટને પણ ફરજથી બેતરફ કરવામાં આવ્યા છે.જયારે સરપંચ અને ડેપ્યુટી સરપંચના પતિ ફરાર થઇ ગયા હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.

સરપંચ જયદીપસિંહ રણા

સરપંચ જયદીપસિંહ રણા

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post