રાજકોટમાં બે કારખાનેદારે 'TATA'ના સ્ટીકર લગાવી લાખોનું કૌભાંડ આચર્યું, ખુદ કંપનીએ ગ્રાહક બની ભાંડો ફોડ્યો | In Rajkot, two industrialists committed a scam of lakhs by affixing 'TATA' stickers, the company itself became a customer and broke the pot. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Two Industrialists Committed A Scam Of Lakhs By Affixing ‘TATA’ Stickers, The Company Itself Became A Customer And Broke The Pot.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં ડુપ્‍લીકેટ કપલિંગ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. જ્યાં બે કારખાનેદારે ટાટા કંપનીના સ્ટીકર લગાવી લોખંડના કપલિંગનું વેચાણ શરુ કરી દીધું હતું. જેને રંગેહાથ ઝડપવા ટાટા કંપનીએ ખુદ ગ્રાહક બનીને સમગ્ર કૌભાંડનો ભાંડો ફોડ્યો હતો. આ મામલે ગાંધીનગર સ્‍થિત અધિકારીએ પોલીસને સાથે રાખી દરોડો પાડી બંનેના કારખાનામાંથી નકલી કપલિંગનો જથ્‍થો, સ્‍ટીકર્સ સહિતનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.આ મામલે માલવીયાનગર પોલીસે બંને કારખાનેદાર વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવટી કપલિંગ ઝડપાયા
આ અંગે ગાંધીનગરના રહેવાસી અને EIPR ઇન્‍ડિયા પ્રા.લિ. કંપનીમાં એક વર્ષથી ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરતાં સુનિલભાઇ મહેન્‍દ્રભાઇ વોરાએ આરોપી કમલેશ ભુરાભાઇ કમાણી અને દિલીપ રામજીભાઇ બોરીચા વિરુદ્ધ કોપીરાઇટ એક્‍ટની કલમો હેઠળ ગુનો નોંધાવી એવું જાહેર કર્યું હતું કે બંને આરોપીએ પોતાના કારખાનાઓમાં ટાટા કંપનીના સ્‍ટીકરો લોખંડના કપલીંગ પર લગાવી તે બનાવટી હોવા છતાં ટાટા કંપનીના નામે પ્રોડક્‍ટનું વેંચાણ કરી કૌભાંડ આચર્યું હતું અને ગેરકાયદેસર રીતે લાખોનો કમાણી કરી હતી.

અમે ગ્રાહક બનીને વિગતો મેળવી
આ અંગે તેમણે પોલીસ ફરિયાદમાં જાણવાયું હતું કે, અમારી કંપનીએ ટાટા કંપની સાથે કરાર કરી અને પાવર ઓફ એટર્ની કરેલ છે અને જો કોઈ કંપનીઓના કોપીરાઈટ કરી બિન-અધિકૃત રીતે માલ બનાવતા,વેચતા કે રાખતા હોય તેના વિરુધ્ધ પોલીસ મદદ મેળવી કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી રહેતી હોય છે. અમને માહિતી મળી હતી કે રાજકોટમાં બે કારખાનેદાર સ્ટીકર લગાવી કપલિંગ વેચી રહ્યા છે. જેથી અમે ગ્રાહક બનીને પહેલા તેનું સરનામું જાણી લીધું હતું.

પોલીસ સાથે દરોડા પાડ્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે બાદ તારીખ 17-01-2023ના રોજ અમે માલવીયાનગર પોલીસમાં રજૂઆત કરી હતી કે એલ.બી. ઇન્‍ડસ્‍ટ્રીઝ અને મોમાઇ ઇન્‍ડસ્‍ટ્રીઝ એમ બંને કારખાનાના ગોડાઉનમાં ટાટા કંપનીના ટ્રેડમાર્ક, સ્‍ટીકરોનો ઉપયોગ કરી ડુપ્‍લીકેટ કપલીંગનું વેંચાણ થાય છે. આ અંગેની માહિતી EIPR કંપનીએ મને આપતાં મેં ઓથોરીટી લેટર સાથે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે અમારી સાથે આવી ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર તરફ રિલાયેબલ ઇન્‍ડસ્‍ટ્રીઝ પાછળ આવેલા એલ.બી. ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાના-ગોડાઉનમાં જઇ પુછતાછ તકરતાં તેના માલિકે પોતાનું નામ કમલશે કમાણી જણાવ્‍યું હતું.

3.83 લાખનો મુદામાલ ઝડપાયો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેના ગોડાઉનમાં તપાસ કરતાં લવંડર કલરના પેપર પર શેમલેશ સોકેટ ટાટા ટયુબ્‍સ મશીન થ્રેડના માર્કાવાળી કપલીંગની પેટી-107 તેમાં 3210 નંગ રૂા. 3,21,000ના મળી આવ્‍યા હતાં. તેમજ કંપનીના સ્‍ટીકર મારવાનો સામાન, 12 હજાર નગ સ્‍ટીકરનું બોક્‍સ રૂા.60 હજારનું તથા વન કાંટો, હીટ એરગન, શીલ મારવા માટેની દોરી સહિતનો 3,83,500નો મુદ્દામાલ કમળતાં કબ્‍જે કરાયો હતો.

ટ્રેડમાર્ક વાળા સ્ટીકર ઝડપાયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગળ મોમાઇ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાં દરોડો પાડતાં ત્‍યાં દિલીપ બોરીચા હાજર હોઇ તેના ગોડાઉનમાં તપાસ કરતાં ટાટા સીમલેશ સોકેટ લખેલા સ્‍ટીકરવાળી કપલીંગ 192 નંગ, સ્‍ટીકર, વજનકાંટો, દોરી, હિટ એરગન સહિતનો રૂા.56,200નો મુદ્દામાલ મળી આવ્‍યો હતો. જેથી આ બંને શખ્‍સો વિરૂધ્‍ધ અમે ફરિયાદ નોંધાવ છે. ટાટા કંપનીના નામવાળા સ્‍ટીકરોની કોપી કરી તેની ઉપર ટ્રેડમાર્ક ચિન્‍હોવાળા બનાવટી સ્‍ટીકર લગાવી લોખંડની કપલીંગ ઉપર લગાવી તે નકલી હોવા છતાં વેંચાણ કરતાં હતાં.

બે વર્ષથી કૌભાંડ ચાલતું હોવાનો દાવો
સુનિલભાઇ વોરાના કહેવા મુજબ બે વર્ષથી આ બંને આ રીતે નકલી સામાન વેંચતા હતાં. ટ્રેડમાર્કનો અભિપ્રાય કંપનીમાંથી આવવામાં સમય લાગી જતાં FIR મોડી દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે ધી કોપીરાઇટ એક્ટ-1957ની કલમ-63,64 તથા આઇ.પી.સી કલમ-468,487,488 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post