ST, RTO અને પોલીસની ચેકીંગ ડ્રાઈવ, 2342 બસમાં તપાસ, 101 વાહન કબ્જે, રૂ.3.33 લાખનો દંડ | ST, RTO & Police checking drive, 2342 buses checked, 101 vehicles impounded, Rs.3.33 lakh fine | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગત માર્ચ મહિના દરમ્યાન એસટી, આરટીઓ અને પોલીસની સંયુકત ટીમોએ કુલ 101 ખાનગી વાહનો ડીટેઇન કર્યા હતા જેમાં રૂ.3.33 લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી. જયારે 17 જેટલા ખાનગી વાહન ધારકોના વાહન જપ્ત કરી નોટીસો ફટકારવામાં આવેલ હતી. આ ઉપરાંત રાજકોટ એસટી વિભાગની લાઇન ચેકીંગ સ્કવોડ દ્વારા પણ ગત માર્ચ મહિના દરમિયાન હાઇવે ઉપર જુદા જુદા રૂટોની 2342 બસો ચેક કરવામાં આવી હતી. આ ચેકીંગ દરમ્યાન બે કંડકટરો કટકી કરતા ઝડપાઇ ગયા હતા. આ કંડકટરોએ મુસાફરો પાસે ટીકીટના પૈસા લઇ ટીકીટ આપી ન હતી. તેમજ 24 જેટલા મુસાફરો મફતમાં મુસાફરી કરતા ઝડપાયા હતા. આ ચેકીંગ દરમ્યાન રૂટબોર્ડ યુનીફોર્મ સહીતના જુદા જુદા અન્ય કુલ 101 કેસો કરવામાં આવેલ હતા અને ખુદાબક્ષ મુસાફરો પાસેથી દંડ પેટે રૂ.5600ના દંડની વસુલાત કરવામાં આવી હતી.

ફાયર મોકડ્રિલ યોજાઈ
રાજકોટ મહાનગર પાલિકાની ફાયર શાખા દ્વારા શુભમ આર્ક અને લેન્ડમાર્ક વન એપાર્ટમેન્ટ ખાતે ફાયર સેફટીની મોકડ્રિલનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં 40 જેટલા રહેવાસીઓ જોડયા હતા. જેમાં બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેની તાલીમ અપાઈ હતી.

ફાયર સેફટીની મોકડ્રિલ

ફાયર સેફટીની મોકડ્રિલ

‘વ્હાલી દીકરી યોજના’થી 1.10 લાખની સહાય
ગુજરાતની દીકરીઓના જન્મદરને વધારવા માટે સરકારની “વ્હાલી દીકરી યોજના” કાર્યરત છે. જેમાં રાજકોટ જિલ્લામાં વર્ષ 2022માં 12970 દીકરીઓને આ યોજનાનો લાભ આપવા માટેની અરજીઓ મંજૂર કરી હોવાનું રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેએ જણાવ્યુ છે. રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશથી 2 ઓગસ્ટ 20019 બાદ જન્મેલ પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના અન્વયે પહેલા ધોરણમાં પ્રવેશ વખતે પ્રથમ હપ્તો રૂ.4000, ધોરણ-9માં આવે ત્યારે બીજો હપ્તો રૂ.6000 અને દિકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ/લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે રૂ.1 લાખની સહાય મળીને કુલ રૂપિયા 1.10 લાખ ની સહાય મંજૂર કરવામાં આવે છે.

12970 દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો

12970 દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો

આ દસ્તાવેજ રજૂ કરવા જરૂરી
આ યોજનાનું અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ તથા તાલુકા મામલતદાર કચેરીએથી મેળવી શકાશે. બે લાખની ઓછી વાર્ષિક આવક ધરાવનાર પરિવારને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે દંપતિના હયાત તમામ બાળકોના જન્મના દાખલા, રેશનકાર્ડની નકલ, નિયત નમુનામાં દંપતિનું સ્વઘોષણા પત્ર, દંપતિના લગ્નનું પ્રમાણપત્ર, દંપતિની સંયુકત આવકનો ચીફ ઓફિસર, માલતદાર, તાલુકા વિકાસ અધિકારી પૈકી કોઇ એકનો આવકનો દાખલો, દંપતિનું શાળા છોડયાના પ્રમાણપત્ર, દીકરી જન્મનું પ્રમાણપત્ર, આધારકાર્ડ રજૂ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post