Wednesday, April 19, 2023

અમદાવાદમાં અજાણી વ્યક્તિએ નવજાતનો ઉપરથી ઘા કર્યો તો છૂંદાઈ ગઈ, પોલીસે શંકાસ્પદ મહિલાની અટકાયત કરી | Stranger throws newborn baby girl from 10th floor of building in Chandkheda, falling to pieces | Times Of Ahmedabad

અમદાવાદ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકીની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં હચમચાવી નાખે એવો બનાવ બન્યો છે. એપાર્ટમેન્ટના દસમાં માળેથી નીચે ફેંકી નવજાત બાળકીની હત્યા કરવામાં આવી છે. આ અંગેની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોસાયટીના શંકાસ્પદ લોકોનો DNA ટેસ્ટ કરવામાં આવી શકે છે. જેથી ખ્યાલ આવે કે આ બાળક કોનું છે.

દસમા માળેથી પટકાતાં બાળકીનું મોત

દસમા માળેથી પટકાતાં બાળકીનું મોત

દસમા માળેથી નવજાત બાળકીને ફેંકી દીધી
નવજાત બાળકને ત્યજી દેવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ આજે ચાંદખેડા વિસ્તારમાં સવારે નવજાત બાળકીની હત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. એક અજાણી વ્યક્તિએ બિલ્ડિંગના 10મા માળેથી નવજાત બાળકીને ફેંકી દીધી હતી. જેમાં બાળકીનું નીચે પટકાતાં મોત થયું હતું. ચાંદખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ત્યારે શંકાસ્પદ મહિલાએ બાળકીની હત્યા કરી હોવાની જાણ થતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અજાણી વ્યક્તિએ નવજાત બાળકીને ઉપરથી નીચે ફેંકી દીધી

અજાણી વ્યક્તિએ નવજાત બાળકીને ઉપરથી નીચે ફેંકી દીધી

નીચે પટકાતાં બાળકીનું સ્થળ પર મોત
ચાંદખેડાના સ્કાય વોક એપાર્ટમેન્ટમાં સવારે 10માં માળથી અજાણી વ્યક્તિએ એક ગર્ભનાળ સાથે તાજી જન્મેલી બાળકીને ફેંકી દીધી હતી. બાળકીને ઉપરથી ફેંકતા બાળકી વચ્ચેના માળેથી પટકાતા નીચે પડી હતી. ઉપરથી પડતાં જ બાળકીનું સ્થળ પર મોત થયું હતું. આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચી બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉપરથી ફેંકતા બાળકી વચ્ચેના માળેથી પટકાતાં નીચે પડી

ઉપરથી ફેંકતા બાળકી વચ્ચેના માળેથી પટકાતાં નીચે પડી

મહિલાનો DNA રિપોર્ટ કરાવવામાં આવશે
આ અંગે ઝોન-2 ડીસીપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી લોકોનાં નિવેદન લીધાં હતાં. એપાર્ટમેન્ટમાં જ રહેતી મહિલા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મહિલાની અટકાયત કરી મહિલાનો DNA રિપોર્ટ કરાવવામાં આવશે. મહિલાનો રિપોર્ટ મેચ થાય તો મહિલાનું જ બાળક હોવાનું સાબિત થતાં મહિલા સામે કાર્યવાહી કરવામાં આવશે.

ચાંદખેડાના સ્કાય વોક એપાર્ટમેન્ટનો હચમચાવી નાખતો બનાવ

ચાંદખેડાના સ્કાય વોક એપાર્ટમેન્ટનો હચમચાવી નાખતો બનાવ

સ્થાનિકોએ જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

સ્થાનિકોએ જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

પોલીસે હત્યાના મામલે પૂછપરછ હાથ ધરી

પોલીસે હત્યાના મામલે પૂછપરછ હાથ ધરી

ઘટના સ્થળે તપાસ કરતી ચાંદખેડા પોલીસ

ઘટના સ્થળે તપાસ કરતી ચાંદખેડા પોલીસ

અન્ય સમાચારો પણ છે…

Related Posts: