નવસારીના ગોવિંદનગરમાં રમતા બાળક પર રખડતા શ્વાને હુમલો કરતા ગાળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી | A stray dog attacked a child playing in Navsari's Govindanagar and sustained serious injuries | Times Of Ahmedabad

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારી શહેરમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે જેમાં બાળકોનું ઘરની બહાર રમવું પણ મુશ્કેલ બન્યું છે શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં ગત મોડી રાત્રે ઘર આંગણે રમી રહેલા બાળકોને હુમલો કરતા ગળાના ભાગે ગંભીર ઈચ્છા પહોંચતા બાળકને સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો છે.

ગોવિંદ નગર સોસાયટીમાં આવેલ સંગાથ એપાર્ટમેન્ટ પાસે આવેલા ગાર્ડનમાં એક રખડતા શ્વાને નક્ષ નામના બાળકને ગળાના ભાગે બચકું ભર્યું હતું. બાળકના પિતા અશ્વિન ભાઈ દેવમોરારીએ તાત્કાલિક બાળકને પ્રાથમિક સારવાર આપવી હતી અને વધી સારવાર માટે બાળકને સુરત સિવિલ ખસેડ્યો હતો.

શહેરમાં રખડતા શ્વાનનો આતંક છેલ્લા લાંબા સમયથી વધ્યો છે પાલિકાને અનેક વખત આ મામલે ફરિયાદ મળી છે ભૂતકાળમાં પાલિકાએ રખડતા શ્વાનની ખસીકરણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરી હતી પરંતુ આ ટેન્ડરિંગ પ્રક્રિયામાં કોઈપણ કોન્ટ્રાક્ટરે રસ ન દાખવતા યોજના ડબ્બામાં બંધ થઈ હતી. હવે શહેરના વિવિધ સોસાયટીઓને ગલીઓમાં રખડતા શ્વાન મોટેરા અને બાળકોને નિશાન બનાવી બચકા ભરતા હોય તેવી ઘટના વધી છે તેને પગલે પાલિકાએ પણ સત્વરે આ મામલે ફરિવાર ખસીકરણને લઈને ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરે એ સમયની માંગ બની છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post