الجمعة، 28 أبريل 2023

યુવતીએ લગ્નની ના પાડતા સુરત પાલિકાના કર્મચારીએ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું, ફાયર વિભાગે બચાવ્યો | Surat municipal employee jumps from bridge into Tapi river as girl refuses marriage, fire department saves her | Times Of Ahmedabad

સુરત4 કલાક પહેલા

  • કૉપી લિંક

સુરતમાં મોટાવરાછા આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી પાલિકાના કર્મચારીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાલિકા કર્મચારીના આગામી મહિને લગ્ન થવાના હતા. જો કે, ફિયાન્સીએ લગ્નની મનાઈ કરતા યુવકે પગલું ભર્યું હોવાની જાણવા મળ્યું છે. ફાયર વિભાગને આ ઘટનાની જાણ થતા કર્મચારીને બચાવી લીધો હતો.

માનસિક તણાવમાં પગલું ભર્યું
સુરતના મોટાવરાછા વિસ્તારમાં 23 વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે અને પાલિકાના હાઇડ્રોલિક વિભાગમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે. આગામી મહિનામાં 6 તારીખે તેના લગ્ન નક્કી થયા હતા. જો કે, ફિયાન્સીએ લગ્નની મનાઈ કરી હતી. આ સાથે જ લગ્ન માટે વ્યાજે રૂપિયા પણ લીધા હતા. જેથી, માનસિક તણાવમાં આવી ગયો હતો.

ફાયર વિભાગે હેમખેમ યુવકને બહાર કાઢ્યો
​​​​​​​
પાલિકાની કર્મચારી આજે સવજી કોરાટ બ્રિજ પર પહોંચી ગયો હતો અને બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી ગયો હતો. લોકોને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તાપી નદીમાં કૂદી યુવકને ભારે જહેમતે હેમખેમ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ સારવાર અર્થે ખસેડાયો હતો. હાલ યુવક સ્વસ્થ છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.