Wednesday, April 26, 2023

અમદાવાદનાં SVPI એરપોર્ટ પર મુસાફરો માટે સિક્યોરિટી હોલ્ડ વિસ્તારમાં વધારો કરાશે, અવર-જવર કરતા મુસાફરોની સંખ્યા વધતા નિર્ણય લેવાયો | The security hold area for passengers will be increased at SVPI airport in Ahmedabad, it has been decided to increase the number of passengers moving around. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Security Hold Area For Passengers Will Be Increased At SVPI Airport In Ahmedabad, It Has Been Decided To Increase The Number Of Passengers Moving Around.

અમદાવાદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

તાજેતરમાં અમદાવાદ એરપોર્ટે પર અવર-જવર કરતા મુસાફરોની સંખ્યા 10 મિલિયનને આંબી ગઈ છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોના વધી રહેલા ટ્રાફિકને જોતા ડિપાર્ચર એરિયામાં સિક્યોરિટી હોલ્ડ વિસ્તારને વધારવામાં આવશે. લેવલ-1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ટ્રાફિક માગને પહોંચી વળવા તેની સુવિધાઓ અને સવલતોમાં વધારો કરાશે, જેમાં બેબી-કેર રૂમ અને સ્મોકિંગ લાઉન્જને આવરી લેવામાં આવશે.

11,000 સ્કવેર મીટર જેટલો વિસ્તાર વધારવામાં આવશે
રિએન્જિનિયરિંગ દ્વારા ટર્મિનલની અંદરનો વિસ્તાર 11,000 સ્કવેર મીટર જેટલો વધારવામાં આવશે. જેમાં હાલના બેબી-કેર રૂમ, સ્મોકિંગ લાઉન્જ, ફૂડ અને બેવરેજીસ આઉટલેટ્સ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનાં રિટેલ આઉટલેટ્સ, બેઠક વિસ્તાર સહિતની સુવિધાઓ સમાવવામાં આવશે. ટર્મિનલ-01 પર આધુનિક લૂક ધરાવતા ફર્સ્ટ ફ્લોરનું નવીનીકરણ અને વિસ્તરણ લગભગ ત્રણ મહિનામાં પૂર્ણ થશે.

એક મહિનાની અંદર મુસાફરોને આવશ્યક સેવાઓ ઉપલબ્ધ કરશે
અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરોને ફૂડ ઝોનમાં આકર્ષવા અમદાવાદ એરપોર્ટ દ્વારા તાજેતરમાં જ વિવિધ ઓફરોની જાહેરાત કરવામાં આવી હતી. મુસાફરો માટે કેટલીક આવશ્યક સેવાઓ એક મહિનામાં જ ઉપલબ્ધ કરાવાશે.

Related Posts: