વલસાડ4 કલાક પહેલા
- કૉપી લિંક

ગાંધીના ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે પારડી પોલીસની ટીમે ફિલ્મીઢબે પીછો કરીને મોતીવાડા હાઇવે ઉપરથી પિકઅપમાં બનાવેલા ચોર ખાનામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકના પી.આઈ મયુર પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમ્યાન PI મયુર પટેલને મળેલી બાતમી આધારે એક પિકઅપ ટેમ્પો ન. GJ-26-T-0668માં બનાવેલા ચોર ખાનામાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જવાના હોવાની બાતમી મળી હતી. પિકઅપ ટેમ્પોમાં ખાલી ખુડશીઓની આડમાં દારૂનો જથ્થો જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે પારડી પોલીસની ટીમ બગવાડા હાઈવે પર વોચ ગોઠવી હતી.

આ દરમિયાન હાઈવેથી પસાર થતો પીકઅપ ટેમ્પો નં GJ-26- T-0668ને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવતા ટેમ્પો ચાલક ટેમ્પોને પૂરઝડપે ભગાવી મુક્તા પોલીસે બાતમીવાળા ટેમ્પોનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. ટેમ્પો ચાલક મોતીવાડા હાઇવે ઉપર ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો જે બાદ ટેમ્પોની પોલીસે તલાશી લેતા ટેમ્પામાં બુટલેગરે 85 ખુરશીઓની આડમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો. જે ઝડપી પાડ્યો હતો જે બાદ અન્ય ખાનું જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટેમ્પાના પાછળના ભાગમાં સ્લાઇડિંગ કરી ચેસિસના ભાગે બુટલેગરે અદ્ભુત ચોર ખાનું બનાવ્યું હતું. જેમાંથી દારૂની બોટલ નંગ 227 જેની કિંમત રૂ 1.60,000નો મળી આવતા ટેમ્પો મળી કુલ રૂપિયા 4.60.000નો મુદ્દામાલ કબ્જે લીધો છે અને ટેમ્પાના નંબર આધારે ટેમ્પો ચાલક અને અન્ય સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


