હાલોલ3 કલાક પહેલા
- કૉપી લિંક

હાલોલ વડોદરા ટોલરોડ પર બાસ્કા ત્રણ રસ્તા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકની ટક્કરથી કાર પલ્ટી ખાઈ ડિવાઇડર પર જઈ પછડાઇ હતી. સદનસિબે કારમાં સવાર એક બાળકી અને મહિલા સહિત પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બે વાહનો વચ્ચેના અકસ્માતને લઈ થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ વડોદરા હાઇવે ટોલરોડ પર બાસ્કા ગામ પાસે બાસ્કા ગામ તરફ જતા ત્રણ રસ્તા પાસે મુખ્ય રોડ પર એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં વડોદરાનો એક પરિવાર પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ગામે જઈ પરત વડોદરા તરફ જઈ રહ્યો હતો. કારમાં એક બાળકી, એક મહિલા સહિત પાંચ લોકો સવાર હતા તે દરમ્યાન કાર વડોદરા હાલોલ હાઇવે રોડ પર રહીને પસાર થઈ રહી હતી. તે વખતે હાલોલ તાલુકાના બાસ્કા ગામે જવાના મુખ્ય હાઈવે પર ત્રણ રસ્તા પાસે કારની પાછળ ચાલતી ટ્રકના ચાલકે પોતાની ટ્રકને બેફામ પૂરઝડપે હંકારી લઈ આવી આગળ ચાલતી કારને પાછળથી બે વખત ટક્કર મારી હતી.

જેથી કાર ઉછળીને રોડની વચ્ચોવચ આવેલ ડિવાઈડર સાથે અથડાઈ હવામાં ફંગોળાઈ હતી અને પલ્ટી ખાઈ ડીવાઇડર પર પલટી ખાઇ ગઇ હતી. સદનસિબે કારમાં સવાર નાની બાળકી અને મહિલા સહિત પાંચ લોકો પૈકી માત્ર એક પુરુષને સામાન્ય ઇજાને બાદ કરતા તમામ લોકોને કોઈ પણ પ્રકારની ગંભીર ઇજા ન પહોંચતા કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. જો કે કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતને પગલે મુખ્ય હાઇવે રોડ પર થોડા સમય માટે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઇ હતી.

0 comments:
Post a Comment