Header Ads

ગોધરાના જાફરાબાદ વિસ્તારના મારવાડી વાસમાં ગણતરીના કલાકોમાં પાણીનો સપ્લાય ચાલુ કરી દેવાયો | Water supply was started in Marwari Vas of Jafarabad area of Godhra within hours | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં મારવાડી વાસ ખાતે ભીલ સમાજના 500થી વધુ લોકો વસવાટ કરે છે. જેઓ પીવાનું પાણી, રોડ રસ્તાઓ અને જાહેર શૌચાલય જેવી બાબતોથી ભારે હાલાકી ભોગવવી રહ્યા હતા. જેથી ગઈકાલે ન છૂટકે ભીલ સમાજના લોકો ભેગા મળીને પોતાના વિસ્તારમાં અને જાફરાબાદ ગ્રામ પંચાયતનો ઘેરાવો કરીને માટલા ફોડીને પોતાનો રોષ પ્રગટ કરી વિરોધ કર્યો હતો. જેના સમાચાર દિવ્ય ભાસ્કર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જેની ગણતરીના કલાકોમાં જ જાફરાબાદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ મારવાડી વાસ ખાતે રહેતા ભીલ સમાજના લોકોની મુલાકાત લઈ અને જે પંચાયત દ્વારા નાખવામાં આવેલા મીની વોટર વર્કસની બગડી ગયેલી મોટરની જગ્યાએ નવીન મોટર નાખી તાત્કાલિક અસરથી પીવાના પાણીનો સપ્લાય ચાલુ કરી આપ્યો હતો.

ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલા મારવાડી વાસ ખાતે રહેતા ભીલ સમાજના લોકો છેલ્લા ચાર મહિનાઓથી પીવાના પાણી સહિત રોડ રસ્તા અને શૌચાલય જેવી બાબતને લઈને હાલાકી ભોગવવી રહ્યા હતા. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતાં ગઈકાલે ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા મળીને જાફરાબાદ ગ્રામ પંચાયતમાં માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો અને પંચાયતનો ધેરાવો કર્યો હતો.

આ બાબતે જાફરાબાદ પંચાયતના તલાટી કમ મંત્રી વહેલી તકે તમારી સમસ્યાઓનું સમાધાન કરી આપવામાં આવશે તેવી હૈયા ધારણ આપવામાં આવી હતી. ત્યારે આ બાબતે જાફરાબાદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ તાત્કાલિક પીવાનું પાણી, રોડ રસ્તાઓ અને જાહેર શૌચાલય જેવી બાબતને ધ્યાનમાં લઈને આજે સવારે ગોધરાના જાફરાબાદ ગ્રામ પંચાયતમાં પહોંચી વિસ્તારનું નિરીક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે, પંચાયત દ્વારા નાખવામાં આવેલા મીની વોટર વર્કસની મોટર બગડી ગઈ છે. તેની જગ્યાએ તાત્કાલિક નવી મોટર નાખી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યા હતા.

વધુમાં જાફરાબાદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રણવીર સિંહ પુવારએ જણાવ્યું હતું કે, ગઈકાલે મારવાડી વાસ ખાતે રહેતા ભીલ સમાજના લોકો પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરવા આવ્યા હતા અને જે સમસ્યાને ધ્યાનમાં રાખીને આમારા દ્વારા નિરીક્ષણ કરાયું હતું. જ્યાં પંચાયત દ્વારા નાખવામાં આવેલા મીની વોટર વર્કસની મોટર બગડી ગઈ છે તેની જગ્યાએ તાત્કાલિક નવી મોટર નાખી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યા હતા. અને જે રોડની સમસ્યા છે તેની જગ્યાએ પંચાયત દ્વારા પેવર બ્લોક નાખવાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે અને જે શૌચાલયની સમસ્યા છે. તેના ઉપર પંચાયત દ્વારા સર્વે કરાવી ટૂંક સમયમાં શૌચાલયની કામગરી હાથ ધરવામાં આવશે.

છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણી માટે વલખાં મારી રહેલા મારવાડી વાસ વિસ્તારના લોકોને પીવાના પાણી સમસ્યા દૂર થતાં તેમને દિવ્ય ભાસ્કરનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Powered by Blogger.