1 વર્ષનું બાળક સોય ગળી ગયું, વગર ઓપરેશને મોઢામાંથી બહાર કઢાઇ | A 1-year-old child swallowed a needle, which was removed from the mouth without surgery | Times Of Ahmedabad

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • બાળક અજાણતા કોઇ વસ્તુ ગળી જાય તો ઉંટ વૈદાથી દુર રહેવું

એક અકસ્માતમાં માત્ર એક વર્ષનું બાળક સોય ગળી ગયાની જાણ થતા ભાવનગરના દુર્વા ગેસ્ટ્રો કેર ખાતે કોઈપણ જાતના ઓપરેશન વગર દૂરબીનની મદદથી મોઢાની વાટે તેને દૂર કરવામાં આવતા બાળકનો જીવ બચી ગયો હતો.

એક વર્ષનું બાળક મોટી સોય ગળી ગયાની જાણ થતા દુર્વા ગેસ્ટ્રો કેર ખાતે આવેલ એક્સ રે માં પેટની અંદર મોટી સોય હોવાનું જણાયું હતું આથી ડોક્ટર ઉમેશ પરમારે તાત્કાલિક કોઈપણ પ્રકારની કાપવું કે ઓપરેશન વગર માત્ર દૂરબીનની મદદથી મોઢાની મારફત તેને દૂર કરતા આ રીતે એક મોટું ઓપરેશન ટાળ્યું હતું.

આથી બાળકનો જીવ બચી ગયો હતો બાળકની હાલત સારી જણા હતા બીજા જ દિવસે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પેટ આંતરડા અને લીવર ના રોગના નિષ્ણાત ડોક્ટર ઉમેશ પરમાર એ જણાવ્યું હતું કે જ્યારે કોઈપણ માતા-પિતાને પોતાનું બાળક કોઈપણ વસ્તુ ગળી ગયાની જાણ થાય ત્યારે તુરંત તેને ખાવા પીવાનું આપવાનું બંધ કરવું કેળા ખવડાવવાની ભૂલ કરવી નહીં તેમ જ પરાણે ઉલટી પણ કરાવવી નહીં. આવા સંજોગોમાં સમયસર નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવાથી મોટું ઓપરેશન ટાળી શકાય છે તેમ જ બાળકનો જીવ બચાવી શકાય છે

Previous Post Next Post