સુરેન્દ્રનગર4 કલાક પહેલા
- કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના પાણશીણા ગામના પાટિયા પાસે પીકઅપ વાન પલ્ટી મારી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. લીંબડી-અમદાવાદ હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું હતુ. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.

લીંબડીના પાણશીણા ગામના પાટિયા પાસે પીકઅપ વાન પલ્ટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. જ્યારે દશથી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
