એડવાન્સ રહેણાંક વેરો ભરનારને વડોદરા કોર્પોરેશન 10%નું વળતર અપાશે, ઓનલાઇન ચૂકવનારને 1 ટકો વધારે રિબેટ | Vadodara Corporation 10% refund for advance residential tax payer, 1% more rebate for online payer | Times Of Ahmedabad

વડોદરા33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વડોદરા મહાનગર પાલિકા - Divya Bhaskar

વડોદરા મહાનગર પાલિકા

વડોદરા મહાનગર પાલિકામાં મિલકતના વેરા અંગે અગાઉની જેમ બાકી રકમ સહિત એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મૂકાઈ છે. જેમાં રહેણાંક મિલકતમાં 10 ટકા અને કોમર્શિયલમાં 5 ટકાનું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત રહેણાંક અને કોમર્શિયલ બંનેમાં ઓનલાઈન પેમેન્ટ કરનાર ગ્રાહકોને 1 ટકો વધારે વળતર મળશે એટલે કે 11 ટકા વળતર મળશે.

આગળની બાકી રકમ પણ ભરવી પડશે
પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ યોજનાનો અમલ આગામી 5 જૂન સુધી રહેશે. કરદાતાઓ પોતાની મિલકતનો વર્ષ 2023-24નો પ્રોપર્ટી ટેક્ષ આગળના વર્ષોની કોઇ રકમ બાકી હોય તેની સાથે ભરે તો જ આ યોજનાનો લાભ મળશે. આ રિબેટ સામાન્ય કર, પાણી કર, કન્ઝરવન્સી અને સુઅરેઝ ટેક્ષની રકમ પર મળવા પાત્ર રહેશે.

પાલિકાએ વળતર યોજના જાહેર કરી
વર્ષ 2023-24 માટે એડવાન્સ વેરાની પ્રોત્સાહક વળતર યોજના મૂકવામાં આવતા કરદાતાઓને તેનો લાભ મળશે. ચાલુ વર્ષે રહેણાક મિલકતોની જેમ બિન રહેણાક મિલકતો મળીને કુલ મિલકત વેરાના અંદાજિત 8 લાખથી વધારે મિલકત વેરાનાં બિલ થાય છે. કરદાતાઓ મિલકત વેરાની રકમ વહીવટી વોર્ડ નં-1થી 19ની કચેરીમાં કામકાજના દિવસ દરમિયાન સવારે 9.30 કલાકથી બપોરે 3 વાગ્યા સુધી રૂબરૂ અને પાલિકાની વેબસાઇટ પર ઓનલાઇન પણ ભરી શકશે.

Previous Post Next Post