10 કરોડના કામો મંજૂર, ધીમી ગતિએ ચાલતા ગેસ લાઈનના કામને લઈ સમિતિમાં ઠપકા દરખાસ્ત મંજૂર | 10 crore works approved, reprimand proposal approved in committee on slow running gas line work | Times Of Ahmedabad

જુનાગઢ3 કલાક પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગોકળગાયની ગતિએ ચાલતા ટોરેન્ટ ગેસના કામને લઈ સ્થાયી સમિતિમાં ઠપકા દરખાસ્ત મંજુર સ્થાયી સમિતિમાં ઠપકા દરખાસ્ત મંજુર કરવામાં આવી તેમજ ગેસની કામગીરી સત્વરે પૂર્ણ કરવા નોટિસ પણ પાઠવવામાં આવશે. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકનો સ્ક્રેપસામાન ઓકશન અને ઓનલાઇન ટેન્ડરથી વેંચાણ માટેની હરાજીની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી ત્યારે જૂનાગઢમાં આશરે ૨કમ રૂા. 10 કરોડની રકમના કામો મંજુર કરતી કરવામાં આવ્યા હતા.

જૂનાગઢ શહેરમાં ટોરેન્ટગેસ કા.લી. ધ્વારા થઇ રહેલ ગોકળગાયની ગતિએ કામગીરીને લીધે શહેરની પ્રજાને પરેશાની ઉભી થઇ રહી છે તેમજ રસ્તાઓ ખોદાયેલા પડયા છે. કનેકશન આપવાની કામગીરી પણ ઠપ્પ છે આ એજન્સીને સત્વરે કામગીરી ઝડપભેર હાથ ધરવા તથા આગામી 1 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની ટકોર સાથે ગોકળગાયની ગતિ બદલ ઠપકા દરખાસ્ત મંજુર કરવામાં આવેલ હતી તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીની સેનીટેશન શાખામાં ફરજ બજાવી રહેલ પુર્વ કર્મચારી ભુપતભાઇ કાળાભાઇ જેઠવાનું ચાલુ ફરજ દરમ્યાન અવસાન થતા તેમના વારસદાર અવિનાશભાઇ ભુપતભાઇ જેઠવાને વારસદરજજે 5 વર્ષ માટે સોલીડવેસ્ટ શાખામાં સફાઇકામદાર તરીકે નિમણુંક દરખાસ્તને મંજુર કરવામાં આવી હતી.

મહાનગરપાલિકા હસ્તકની જુદી જુદી શાખાઓ મારફતે એકત્ર થયેલ સ્ટેપ મટીરીયલ્સને ઓનલાઈન ઓકશન મારફતે નિકાલ કરવા માટે જુદા જુદા કુલ 48 લોટમાં ઓકશન, રીઓકશન તથા ઓનલાઇન પધ્ધતીથી નિકાલ કરવાની દરખાસ્તને મંજુર કરવામાં આવેલ અને મનપા હસ્તકના આઝાદચોક સીટી બસ ઉપરની મીલકત (પ્રથમમાળ) 30 વર્ષ માટે આપવા અર્થે થયેલ ઓનલાઇન પ્રક્રિયાના અંતે ધ જૂનાગઢ કોર્મશીયલ કો.ઓપ.બેંક લી.જુનાગઢ ના રૂા.9,75,000 ના વાર્ષિક ભાવ અને દર ત્રણ વર્ષે 10 % ના વધારા થી જૂનાગઢ

કોર્મશીયલ બેંક લી.ને સોંપવાની દરખાસ્ત મંજુર કરાય હતી. ત્યારે જુનાગઢના જુદા જુદા વિસ્તારોમાં એડવર્ટાઇઝમેન્ટના જે મંજૂરી વિનાના બોર્ડ ઊભા છે તેના માટે સ્થાયી સમિતિની બેઠકો દ્વારા દંડની રકમ વસૂલવા માટેની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી તો બીજી તરફ ગેન્ટ્રીબોર્ડ લાઈસન્સ ફી થી કોન્ટ્રાકટ બેઇઝથી આપવાના થતા હોય છે જેનું ઓનલાઇન ટેન્ડર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જુનાગઢ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટી અને સંકલન સમિતિની મીટીંગ ને લઈ ડે. મેયર ગીરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે જુનાગઢ શહેરમાં ટોરેન્ટ ગેસ પાઇપલાઇન કંપની જે જુનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેસ પાઇપલાઇનનું કામ ધીમી ગતિએ કરે છે અને જૂનાગઢની પ્રજાને રોડ બાબતેના જે પ્રશ્નો ઊભા થાય છે. તે બાબતે ટોરેન્ટ ગેસ કંપનીને ઠપકા રૂપે દરખાસ્ત કરવામાં આવી છે અને આ કંપનીને ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓમાંથી જે કંઈ પણ ભંગાર એકત્રિત થયો છે તે ની ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયાથી હરાજી થી તાત્કાલિક નિકાલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે..

કારણકે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં આ ભંગાર પડ્યો હોવાથી ચોરી થવાની પણ સંભાવના ઉભી થાય છે. અને જૂનાગઢના લોકો પોતાના કામ માટે ઓનલાઈન અરજી કરતા હતા અને તેમના કામનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવતું હતું તે પ્રક્રિયાને ફરી શરૂ કરવામાં આવી છે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં સર્વાનુ મતે તમામ નિર્ણયો કરવામાં આવ્યા હતા..

Previous Post Next Post