વલસાડ7 કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ માની ગામમાં એક જ પરિવારના લોકોએ બળી ખાધા બાદ તબિયત લથડતા 10 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા દૂધના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા માની ગામે માની નિધુંના ફળિયામાં રહેતા ગોધાર પરિવારને ત્યાં ગાય વિયાતા પરિવારના 10 લોકોએ બળી ખાધી હતી. બળી ખાધા બાદ તમામ લોકોને ઝાડા-ઉલ્ટીની અસર થતા 108 મારફત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગ દ્વારા દૂધનું સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે.