Friday, May 19, 2023

મીરઝાપુરમાં વરલી મટકાનો જુગાર રમવા આવેલા 10 લોકોની ધરપકડ | 10 people arrested for gambling in Worli Matka in Mirzapur | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

  • નોટબુક, સટ્ટાની સ્લિપ સહિત રૂ.25 હજારનો મુદ્દામાલ જપ્ત

મીરઝાપુર મટન માર્કેટ પાસે વરલી મટકાના જુગારના આંક લખાવવા આવેલા 10 વ્યક્તિઓને પોલીસે ઝડપી ધરપકડ કરી રૂ. 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જુગારનો અડ્ડો ચલાવનાર બે ફરાર આરોપી સામે પોલીસે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

તમામ લોકોની ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી
ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, તે સમયે બાતમી મળી હતી કે, મીરઝાપુર મટન માર્કેટ ખાતે વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમવા માટે આવેલા 10 લોકો મળી આવતા તે તમામ લોકોની ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી હતી. આ સાથે ઘટના સ્થળેથી અંકો લખેલી નોટબુક, સટ્ટાની સ્લિપ સહિત કુલ રૂ.25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે 10 લોકો સાથે રૂ. 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

​​​​​​​પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ જુગારનો અડ્ડો શાહબાઝ પઠાણ અને તેનો સાગરીત સરફરાજ કુરેશી ઉર્ફે ભૈયા ચલાવતા હતા જે બંને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે આ બંને વિરુદ્ધમાં ગુનો નોંધી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પકડાયેલા આરોપીઓ

  • મોહંમદ ફારૂક મેમણ (રાયખડ)
  • મહેશ પટેલ (ગોતા)
  • મુશીર કુરેશી (મીરઝાપુર)
  • ઘોસમોહંમદ કુરેશી (મીરઝાપુર)
  • પરેશ રાઠોડ (શાહપુર)
  • સબીર કુરેશી (રાણીપ)
  • નવીન ચૌહાણ (જૂના વાડજ)
  • સુલેમાન પટેલ (શાહપુર)
  • પ્રજ્ઞેશ ચાવડા (શાહપુર)
  • પિન્કેશ ઘરસટ (શાહપુર)

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.