Tuesday, May 23, 2023

10 નોટ બદલ્યા પછી ગ્રાહક પાસે વધુ નોટ હોય તો બીજી વખત પણ લાઈનમાં ફરી 10 નોટ બદલી શકાશે: SBIના ચીફ મેનેજર | After exchanging 10 notes, if the customer has more notes, they can exchange 10 notes again in line for the second time: SBI Chief Manager | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • After Exchanging 10 Notes, If The Customer Has More Notes, They Can Exchange 10 Notes Again In Line For The Second Time: SBI Chief Manager

રાજકોટ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવા નિર્ણય કર્યો છે અને 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવવા માટે મુદત આપી છે. જો કે, ચલણમાંથી ત્યાં સુધી દૂર કરવામાં નહીં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આજથી રૂપિયા 2000ની નોટ બદલવા માટે શરૂઆત થઈ ચૂકી છે, જેમાં નિયમ મુજબ એક વ્યક્તિ પાસેથી એક વખતમાં 20,000 એટલે કે 10 નોટ સ્વીકારવામાં આવી રહી છે. જો કે, અગાઉની માફક આ વખતે કોઈ મોટી ભીડ જોવા મળી નથી રહી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, રાજકોટના ચીફ મેનેજર સંજય મહેતાએ જણાવ્યું હતું કે, 10 નોટ બદલ્યા પછી ગ્રાહક પાસે વધુ નોટ હોય તો બીજી વખત પણ લાઈનમાં ફરી 10 નોટ બદલી શકશે.

ગ્રાહક માટે નોટની કોઈ લિમિટ નહીં
RBIની જાહેરાત બાદ આજથી તમામ બેંકોમાં રૂપિયા 2000ની નોટ બદલવાની શરૂઆત કરવામાં આવી છે. રાજકોટ ખાતે આજે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખા ખાતે તપાસ કરતા આસાનીથી કોઈ પણ આઈડી પ્રુફ વગર લોકોને રૂપિયા 20,000 એટલે કે કુલ 10 નોટ બદલી આપવામાં આવી રહી છે. એટલું જ નહીં બેન્ક ખાતામાં ગ્રાહક રૂપિયા 2000ની ગમે તેટલી નોટ જમા કરાવી શકે છે આ માટે કોઈ લિમિટ રાખવામાં આવી નથી.

રાજકોટમાં SBIની 40 બ્રાન્ચ
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રાજકોટના ચીફ મેનેજર સંજય મહેતાએ જણાવ્યું હતું કે, RBIના નિયમ મુજબ આજથી રૂપિયા 2000ની નોટ એક્સચેન્જ કરી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. મુખ્ય બ્રાન્ચ સહિત રાજકોટની તમામ 40 બ્રાન્ચમાં આ જ મુજબ આસાનીથી ગ્રાહકોને રૂપિયા 2000ની 10 નોટ બદલી આપવામાં આવે છે.

50,000થી વધુ રકમ હોય તો પાનકાર્ડ સાથે રાખો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજ રોજ સવારથી 2000ની નોટ બદલી આપવામાં આવી રહી છે. કોઈ પેનિક લોકોમાં જોવા મળતો નથી અને પેનિક થવાની કોઈ જરૂરિયાત પણ નથી, કારણ કે, પૂરતો સમય છે. રૂપિયા પોતાના બેંક ખાતામાં પણ જમા કરાવી શકાય છે, જેમાં પણ કોઈ લિમિટ નથી રાખવામાં આવી. માત્ર 50,000થી વધુ રકમ હોય તો પાનકાર્ડ સાથે રાખવાનું રહેશે.

Related Posts: