પાટણ શહેરમાં 10 કરોડના ખર્ચે 106 જેટલા વિકાસ કામો પાલીકા દ્રારા ટુક સમયમાં શરૂ કરાશે | As many as 106 development works will be started by the municipality in Patan city in a short time at a cost of 10 crores. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • As Many As 106 Development Works Will Be Started By The Municipality In Patan City In A Short Time At A Cost Of 10 Crores.

પાટણ4 કલાક પહેલા

  • કૉપી લિંક

નગરપાલિકા વિસ્તારના પ્રજાલક્ષી વિકાસ કામો ની તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે રિજીયોનલ કમિશનર ગાંધીનગર ખાતેથી નિર્ણય લેવાતો હતો જેના કારણે નગરપાલિકાના વિકાસ કામો સમયસર અને સમય મર્યાદામાં થઈ શકતા ન હતા જેને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા નગરપાલિકા વિસ્તારના પ્રજાલક્ષી વિકાસ કામો જે તે નગરપાલિકા કક્ષાએથી જ કમિટી બનાવી નિર્ણય કરાય તે માટે નિણૅય કરવામાં આવતા ગત તારીખ 31 માર્ચ ના રોજ પાટણ નગરપાલિકાના ચિફ ઓફિસર સંદીપ પટેલ ના અધ્યક્ષ સ્થાને કમિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે કમિટીમાં પાટણ શહેરના રૂપિયા 10 કરોડના ખર્ચે 106 જેટલા વિકાસના કામોને તાંત્રિક તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.પાટણ શહેરમાં વિકાસ કામોને કમિટી દ્વારા તાંત્રિક અને વહીવટી મંજૂરી મળતા તેની ટેન્ડરિંગ પ્રક્રિયા માટે ગુરુવારના રોજ પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શાંતીબેન ગિરીશભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ,નગરપાલિકા એન્જિનિયર મૌલિન પટેલ વચ્ચે વિચાર વિમર્શ બેઠક મળી હતી. અને આ બેઠકમાં વહેલામાં વહેલી તકે શહેરના વિકાસ કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા નિણૅય કરવામાં આવ્યો હતો.

ત્યારે આગામી ટૂંક સમયમાં પાટણ નગરપાલિકા શહેરી વિસ્તારના રૂપિયા 10 કરોડના ખર્ચે 106 જેટલા વિકાસ કામો ધમધમતા થશે.જેમાં બગવાડા સર્કલથી જનતા હોસ્પિટલ રેલવે ગરનાળા સુધીના ડામર રોડ નું કામ,પદ્મનાભ ચાર રસ્તા થી યશધામ સુધીના ટ્રીમિક્સ રોડના કામ, કોઠાકુઈ થી પારેવા સર્કલ સુધીના ટ્રીમિક્સ રોડ ના કામ, બિચ્છુખાડ જંકશનથી અગાસીયા નાળા સુધી ડામર રોડ નું કામ, ફુલણીયા હનુમાન થી વિસામા સુધીનો ડામર રોડ નું કામ,કચરાનાનિકાલ માટે 4 છોટા હાથી સાથે કચરાના કલેક્શન માટે જુદા જુદા વિસ્તારોમાં 10 કન્ટેનરો ની ખરીદી ના કામ,ગાંધી બાગ ખાતે નગરપાલિકાની જુદી જુદી કામગીરી માટે સિવિક સેન્ટર કાયૅરત કરવાનું કામ,શહેરના વિવિધ વિસ્તારના પેચ વર્કના કામો સહિત જુદા જુદા વિકાસના કામો શરૂ કરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકાના શહેરી વિસ્તારના વિકાસ કામો ને વેગવંતા બનાવવા અને શહેરીજનોની સુખાકારીના કામો માટે પાલિકા પ્રમુખ સહિત સમગ્ર ટીમ સક્રિય બનતા ટૂંક સમયમાં જ પાટણ શહેરમાં વિકાસકામોનો ધમધમાટ શરૂ થશે.

Previous Post Next Post