પાટડીનો યુવાન ધોરણ-10 અને 12મા‌ એકવાર નાપાસ થયા બાદ પણ હિંમત ન હાર્યો, કાયદામાં અનુસ્નાતક થઈ પૂરુ પાડ્યુ પ્રેરણાત્મક ઉદાહરણ | A young man from Patdi did not lose heart even after failing once in class-10 and 12, becoming a postgraduate in law, setting an inspiring example. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના રણકાંઠાના પાટડી નગરનો યુવાન વિજયકુમાર મોહનભાઈ ચાવડા ધોરણ 10 અને 12માં નાપાસ થયો હતો. છતાં નાશીપાસ થયા વિના આગળ વધી માસ્ટર ઓફ લો પુર્ણ કરી “કાયદા સાથે સંઘર્ષમા આવેલા બાળક અને જરુરીયાતવાળુ બાળકનો બાળન્યાય ધારા સંદર્ભમા વિશ્લેષણાત્મક અભ્યાસ” લઘુશોધ નિબંધ રજુ કરી કાયદા અનુ સ્નાતક માસ્ટર ઓફ લો (એલ.એલ.એમ) પૂર્ણ કર્યુ છે. અને સાંપ્રત સમયમાં નાપાસ થવાથી નાસીપાસ થતા યુવાનોને પ્રેરણાત્મક ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.

પાટડીના યુવાને શ્રી રઘુવીરસિંહજી પ્રાથમિક શાળા પાટડીમા ધોરણ-5થી 7 તથા પાટડી સુરજમલજી હાઈસ્કૂલમા ધોરણ 9થી 10 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ધોરણ-10મા નાપાસ‌ થતા નાસીપાસ થયા વિના વધુ મહેનત કરી ધોરણ 10 પાસ કરી માંડલ ખાતે 11મા ધોરણમા અભ્યાસ શરૂ કર્યો હતો. પરંતુ ધોરણ 12મા‌ં પણ નાપાસ થયેલા આ યુવાને નિરાશ થવાને બદલે ફરી પરીક્ષા આપી 12 ધોરણ પાસ કર્યું હતુ. આ દરમિયાન અમદાવાદ ખાતે અનુભવી વકીલ હરીશકુમાર બી.રાજપુત (અમદાવાદ) ઓફિસમા નોકરીએ લાગ્યો હતો. અહીંથી જ યુવાન વકીલ બનવાનુ સ્વપ્ન જુએ છે. અને અમદાવાદ ખાતે સ્નાતક અને ત્યારબાદ તેના અનુભવી વકીલ હરીશકુમાર બી.રાજપુતના માર્ગદર્શન હેઠળ એલ.એલ.બી. કરી યુવા વકીલ બને છે. ત્યારબાદ આણંદ ખાતે એલ.એલ.એમમાં એડમિશન લઈ એલ.એલ.એમ પુર્ણ કરી સફળતા મેળવી છે. અને સરદાર પટેલ યુનિવર્સિટી,પી.જી.ડીપાર્ટમેન્ટ ઓફ લો વલ્લભ વિદ્યાનગર, આણંદના આસિસ્ટન્ટ પ્રોફેસર મમતા કારકરના માર્ગદર્શન હેઠળ એલ.એલ.એમ.ની પદવી માટે જરૂરી લઘુશોધ નિબંધ રજુ કર્યો છે “કાયદા સાથે સંઘર્ષમા આવેલા બાળક અને જરુરીયાતવાળુ બાળકનો બાળન્યાય ધારા સંદર્ભમા વિશ્લેષણાત્મક અભ્યાસ” લઘુ નિબંધ રજુ કરી એલ.એલ.એમ.કરી કાયદામા અનુસ્નાતક થઈ તાજેતરમાં ધોરણ 10 અને 12નુ પરીણામ જાહેર થયુ છે. જેમા નાપાસ થનારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદાહરણ પુરુ પાડ્યુ છે. આ તકે યુવા વકીલ વિજયકુમાર ચાવડા દ્વારા સરકાર પટેલ યુનિવર્સિટી, આણંદ તથા પીજી કાયદાના વડા પ્રો.ડૉ.નિરંજન પટેલ તથા પ્રો.મમતા કારકરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

નાપાસ થવાથી સફળતામા પુર્ણ વિરામ નથી આવતુ એ ગાઠ બાંધવી : વિજયકુમાર એમ.ચાવડા (યુવા એડવોકેટ)
કોઈ પણ પરીક્ષામાં નાપાસ થવાથી સફળતાનુ પુર્ણવિરામ નથી આવતુ. એ તમારા મનમા ગાઠ બાંધી લેવી અને એકાગ્રતા સાથે વધુ મહેનત કરી ફરી પ્રયાસ કરવો. સફળતા એક દિવસમાં નહીં, પરંતુ એક દિવસ જરુર મળશે, એમ જ નથી કહેવાયું, તે આજના યુવાનોએ વિસરવુ ન જોઈએ.

Previous Post Next Post