ડાંગ જિલ્લામાં ધોરણ 10નાં 64.62% પરિણામ સાથે રાજ્યમાં 11માં ક્રમે; માલેગામ કેન્દ્ર જિલ્લામાં 87.11% સાથે પ્રથમ | Dang district ranked 11th in the state with 64.62% results of class 10; Malegam stands first in central district with 87.11% | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Dang District Ranked 11th In The State With 64.62% Results Of Class 10; Malegam Stands First In Central District With 87.11%

ડાંગ (આહવા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

GSEB બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-2023માં લેવાયેલ માધ્યમિક શાળા પ્રમાણપત્ર (એસ.એસ.સી.) પરીક્ષાનું બોર્ડનું પરિણામ 64.62 ટકા જાહેર થયુ છે. દરમિયાન ડાંગ જિલ્લામાં નવ કેન્દ્રો ખાતે કુલ 2911 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 1948 વિધાર્થીઓ પાસ થતા ડાંગ જિલ્લાનું પરિણામ 66.92 ટકા જાહેર થતા સમગ્ર રાજયમા ડાંગ જિલ્લાને 11મો ક્રમ પ્રાપ્ત થયેલો છે. જ્યાં એકલવ્ય મોડેલ સ્કૂલ, ગારખડીની વિદ્યાર્થીની પ્રિયંકાબેન ગવળી A1 ગ્રેડ 92.17 ટકા પરિણામ સાથે જિલ્લામા પ્રથમ બની છે.

વિગતે જોઈએ તો (1) આહવા કેન્દ્ર ખાતે 561 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાથી 368 પાસ થતા 65.50 ટકા પરિણામ, (2) વઘઈ કેન્દ્ર ખાતે 441 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી 220 પાસ થતા 49.89 ટકા પરિણામ, (3) માલેગામ કેન્દ્ર ખાતે 388 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાથી 338 પાસ થતા 87.11 ટકા પરિણામ, (4) સુબીર કેન્દ્ર ખાતે 368 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાથી 232 પાસ થતા 62.87 ટકા પરિણામ, (5) સાપુતારા કેન્દ્ર ખાતે 433 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાથી 357 પાસ થતા 82.45 ટકા પરિણામ, (6) પીંપરી કેન્દ્ર ખાતે 204 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાથી 134 પાસ થતા 65.69 ટકા પરિણામ, (7) સાકરપાતળ કેન્દ્ર ખાતે 166 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાથી 67 પાસ થતા 40.36 ટકા પરિણામ, (8) ચિંચલી કેન્દ્ર ખાતે 195 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાથી 150 પાસ થતા 80 ટકા પરિણામ, અને (9) પિપલદહાડ કેન્દ્ર ખાતે 154 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાથી 76 પાસ થતા 49.35 ટકા પરિણામ નોંધાવા પામેલ છે.

ડાંગ જિલ્લામા 100 ટકા પરિણામ ધરાવતી છ શાળાઓ નોંધાઇ છે. 1. સરકારી માધ્યમિક શાળા-માળગા, 2. જનતા હાઈસ્કૂલ-શામગહાન, 3. એકલવ્ય મોડેલ સ્કૂલ-આહવા 4. એકલવ્ય મોડેલ સ્કૂલ-માલેગામ, 5. એકલવ્ય મોડેલ સ્કૂલ-બારીપાડા, અને 6. એકલવ્ય મોડેલ સ્કૂલ-ગારખડી. તાલુકાવાર પરિણામ જોઈએ તો ડાંગ જિલ્લાના આહવા તાલુકામા કુલ 1434 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1095 વિદ્યાર્થીઓ પાસ થતા 76.39 ટકા પરીણામ જાહેર થયું છે. તો વઘઇ તાલુકાના 680 વિદ્યાર્થીઓમાંથી 318 પાસ થતા 46.76 ટકા પરીણામ, જ્યારે સુબીર તાલુકાના 560 વિદ્યાર્થીઓમાંથી 371 પાસ થતા 66.25ટકા પરીણામ જાહેર થયું હતું. જિલ્લામાં A1 ગ્રેડમાં 1 વિદ્યાર્થિની, A2 ગ્રેડમાં 80, B1 ગ્રેડમાં 277, B2 ગ્રેડમાં 491, C1 ગ્રેડમાં 723, C2 ગ્રેડમાં 367, D ગ્રેડમાં 9, E1 ગ્રેડમાં 667, E2 ગ્રેડમાં 296 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.

Previous Post Next Post