સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં પગ લપસ્યો, ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે 10 મીટર સુધી ઢસડાયો, CCTV | While boarding a running train at Surat railway station, his foot slipped, he fell 10 meters between the train and the platform, CCTV | Times Of Ahmedabad
- Gujarati News
- Local
- Gujarat
- Surat
- While Boarding A Running Train At Surat Railway Station, His Foot Slipped, He Fell 10 Meters Between The Train And The Platform, CCTV
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક
રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરો દોડીને ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે. જોકે આવી રીતે ઉતાવળે ટ્રેનમાં ચડવા જતી વેળાએ દુર્ઘટના સર્જાઈ શકે છે ત્યારે આવી જ એક ઘટના સુરત રેલ્વે સ્ટેશન પર સામે આવી છે. જેમાં એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચડવા જતા તેણે સંતુલન ગુમાવ્યું હતું અને તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેના ગેપમાં 10 મીટર સુધી ઝસડાયો હતો. જો કે, તે સમયે ત્યાં ફરજ પર હાજર RPF જવાને દોડીને તાત્કાલિક યુવકને ખેચી લેતા તેનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે 10 મીટર સુધી ઢસડાયો
29 મેના રોજ બપોરે આરપીએફ જવાન સીટી બાલકર સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન મુસાફર પ્રાગ અશોક કુમાર ચાલુ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, તેનો પગ લપસી જતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગયો હતો અને 10 મીટર સુધી ઢસડાયો હતો.
મુસાફરનો આરપીએફ જવાને જીવ બચાવ્યો
મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ઢસડાતો જતા જોઈ આરપીઆફ જવાન સીટા બાલકરે તાત્કાલિક દોડીને મુસાફર પ્રાગ અશોક કુમારને ખેંચી લીધો હતો. મુસાફર પ્રાગ અશોક કુમારને જીવ બચાવી લેતા આરપીઆફ જવાનનો આભાર માન્યો હતો. ત્યારે રેલવે દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. કે ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરવો નહીં.
બેદરકારી જીવ પણ લઇ શકે
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો પણ જોવા મળે છે. આ ઉપરાંત ઘણી વખત લોકો દોડીને ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશ કરે છે અને બાદમાં આ પ્રકારની ઘટના સામે આવે છે. આ પહેલી ઘટના નથી, આવી ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે લોકો આવી રીતે ઉતાવળ ન કરે તે જરૂરી બન્યું છે. થોડીક પણ બેદરકારી જીવ પણ લઇ શકે છે.
અગાઉ પણ આરપીએફએ મુસાફરનો જીવ બચાવ્યો હતો
મળતી માહિતી મુજબ સુરત રેલ્વે સ્ટેશન પર 30 એપ્રિલના રોજ પ્લેટફોર્મ નંબર-1 પર વડનગર ટ્રેન આવી હતી અને બાદમાં ટ્રેન નિયત સમય બાદ ઉપડી હતી. એક મુસાફર દોડીને ટ્રેન પકડવા માટે ગયો હતો. આ દરમિયાન તેણે સંતુલન ગુમાવ્યું હતું અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં સરી પડ્યો હતો. આ દરમિયાન અહીં ફરજ પર હાજર RPFના હેડ કોન્સ્ટેબલ દયાશંકર સરોજની નજર પડતા તેણે તાત્કાલિક યુવકને ખેંચી લીધો હતો અને મુસાફરનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
Post a Comment