Thursday, May 18, 2023

100 જગ્યા, 29 હાજર, 28 છાત્રોની પસંદગી કરાઇ | 100 seats, 29 present, 28 students selected | Times Of Ahmedabad

જૂનાગઢ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આઇટીઆઇ, ડિપ્લોમાં એન્જિન્યરીંગના છાત્રોને નોકરી મળી

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. 17 મે ના રોજ સવારે 11 કલાકે કચેરી ખાતે ભરતીમેળાનુ આયોજન કરાયું હતું. જેમાં આઇટીઆઇ, ડિપ્લોમાં એન્જિંન્યરીંગના વિદ્યાર્થીઓ માટે બાવળા અને રાજકોટની ખાનગી કંપનીઓમાં બહાર જગ્યા માટે પસંદગી કરવામાં આવી હતી. 100 જેટલી જગ્યામાં ભરતીમેળામાં દરમિયાન 29 છાત્રો માંથી 28 ની પસંદગી કરવામાં આવી હતી.

પસંદગી પામેલ વિદ્યાર્થીઓને મહિને 13 થી 17 હજાર સુધીનો પગાર ચુકવવામાં આવશે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઇટીઆઇ, ડિપ્લોમાં એન્જિંન્યરીંગ કરેલા યુવાનો ખાનગીમાં નોકરી કરવા ઇચ્છુક માટે ભરતીમેળાનું આયોજન કરેલ હતું. જેમાં બાવળા અને રાજકોટની નામાંકીત કંપનીઓ ખાલી પડેલી 100 જગ્યા માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવા આવેલ હતી. ભરતીમેળામાં ઇચ્છુક 29 વિદ્યાર્થીઓ ( પુરૂષ- 27, 2 સ્ત્રી) હાજર હતા. જેમાંથી ઇન્ટરયુ મારફત 28 ની પસંદગી કરવામાં આવી હતી. અને પસંદગી પામેલા છાત્રોને 13 થી 17 હજાર સુધીનો પગાર અપાશે.

Related Posts: