જસદણમાં 108માં સવાર સગર્ભાના ગર્ભમાં રહેલું બાળક ઊંધું થઈ ગયું, સ્ટાફે સમય સુચકતા દાખવી નોર્મલ પ્રસુતિ કરાવી | 108-month-old pregnant woman's fetus turns upside down, staff shows timing and delivers normal delivery | Times Of Ahmedabad

રાજકોટ9 કલાક પહેલા

  • કૉપી લિંક

108 એમ્બ્યુલન્સ સેવામાં આવતા ગર્ભાવસ્થા સંબંધિત કેસોની જટિલ પરિસ્થિતિઓમાં જરૂરી સમય સૂચકતા દાખવી ઈ.એમ.ટી.ની મદદથી પ્રસુતાઓની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી રહી છે. આવા જ વધુ એક કિસ્સામાં રાજકોટ જિલ્લાના સાણથલી અને સરધારની પ્રસુતાઓ માટે 108 સેવા આશીર્વાદરૂપ બની હતી.

108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ
ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસનાં પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલના જણાવ્યા મુજબ સાણથલી ગામના 24 વર્ષીય વનિતાબેન મકવાણાને પ્રસવ પીડા શરૂ થતાં કોલ મળ્યાની ગણતરીની મિનિટોમાં જ જસદણ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તાત્કાલિક ડિલિવરી કરાવવી જરૂરી જણાતા ઈ.એમ.ટી. ઈન્દ્રજીતભાઈ ડાંગર અને પાયલોટ દેવાયતભાઈ રાઠોડએ એમ્બ્યુલન્સ સાઈડમાં જ ઊભી રાખી 108 હેડ ઓફિસનાં ડો. સુનિતાની ટેલીફોનીક મદદ મેળવી સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી હતી.

ગર્ભમાં રહેલું બાળક ઊંધું થઈ ગયું
પ્રસુતાના ગર્ભમાં રહેલું બાળક ઊંધું થઈ ગયું હોવા છતાં 108નાં કાબેલ સ્ટાફે પ્રસુતાની નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવ્યો હતો. અને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અપાઈ હતી. આવા જ એક બીજા જટિલ કેસમાં સરધાર 108ની ટીમે સમય સૂચકતા પૂર્વક માતા અને બાળકને જીવતદાન આપ્યું હતું.

માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો
​​​​​​​સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતિ માટે આવેલા સરધાર ગામના 30 વર્ષીય ખેતમજુર બહેનના ગર્ભસ્થ બાળકની ડોક ફરતે ગર્ભનાળ વીંટળાઇ જવાથી સતત બે કલાકની મહેનત બાદ પણ પ્રસુતિ શકય ન બનતાં પ્રસુતાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન જ રસ્તામાં જ પ્રસુતિ કરાવવી જરૂરી જણાતા 108 ની ટીમનાં ઈ.એમ. ટી. બિપિન બાવળીયા અને પાયલોટ રામભાઈએ 108 હેડ ઓફિસનાં ડો. ક્રિષ્નાની ટેલીફોનીક મદદ મેળવી સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો અને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડયા હતા.

Previous Post Next Post