જિલ્લા રમતગમત સંકુલ ખાતે શાળાકીય ફૂટબોલ રમત સ્પર્ધા યોજાઈ; ઈએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 દ્વારા પાઈલોટ દિવસ ઉજવાયો | A school football match was held at the District Sports Complex; Pilot Day was celebrated by EMRI Green Health Services 108 | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરાના કનેલાવ ખાતે આવેલા જિલ્લા રમતગમત સંકુલ ખાતે સ્કૂલ ગેમ્સ ઓફ ફેડરેશનની ફૂટબોલ શાળાકીય રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 150 ઉપરાંત ખેલાડીઓએ ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરાના કનેલાવ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત પંચમહાલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે સ્કૂલ ગેમ્સ ઓફ ફેડરેશનની ફુટબોલ શાળાકીય રમતસ્પર્ધા પસંદગીનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા અંડર19 ભાઈઓ માટે 66મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા યોજનાર છે. ત્યારે ગોધરા ખાતેના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે આજે અલગ-અલગ 15 જેટલા જિલ્લાઓમાંથી ફુટબોલ રમતના અંડર19ના 150 જેટલા ખેલાડી ભાઈઓએ ભાગ લીધો હતો. ફૂટબોલ ટીમની પસંદગી માટે ખાસ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ફૂટબોલ રમતના એક્ષપર્ટ કોચ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ સિલેકશન ટ્રાયલમાં આયોજન માટે જિલ્લા રમતવિકાસ અધિકારી પ્રતાપ પસાયાની ખેલાડીઓ માટે સતત હાજર રહીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આજરોજ ગોધરા ખાતે ગુજરાત સરકાર તથા ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા પાઈલોટ દિવસની ઉજવણી કરાઈ હતી. લોકોની મહામૂલી જીંદગી બચાવવાના ભગીરથ કામમાં સૌથી શ્રેષ્ઠ કામ કરનાર કર્મચારીઓને તેઓના કામ બદલ જિલ્લા કલેકટરના હસ્તે એવોર્ડ આપીને બિરદાવવામાં આવ્યા હતા. જેમાં મધ્યગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર અને અરવલ્લી જીલ્લાના કુલ 23 કર્મચારીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકારની લોકભાગીદારીથી વિશ્વાસ અને ચોક્ક્સાઈના પર્યાયરૂપ મહત્વની કામગીરીથી 108 ઈમરજન્સી સેવા, ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ચાલુ છે. આ સેવા પોલીસ, આગ કે આરોગ્ય સંબંધિત ઈમરજન્સી સેવાઓ 24×7 રાજ્યભરમાં પુરી પાડે છે. આ સેવામાં પાઈલોટ (એમ્બ્યુલન્સના ચાલક) કે જે પીડિતને તાત્કાલીક ઈમરજ્ન્સી સારવારમાં મદદરૂપ થવા માટેની મહત્વની કડી છે. આજનો દિવસ 108 સેવા અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસના ઈતિહાસમાં ખુબ જ મહત્વપુર્ણ ગણાય છે. કોઈપણ કટોકટી સમયે,પ્રત્યેક સેકન્ડ મુલ્યવાન હોય છે ત્યારે ઈમરજ્ન્સી રીસપોન્સ CPR, ફાયર ફાઈટિંગ, એસ્ટ્રીકેશન અને પ્રાથમિક સારવાર અમૂલ્ય માનવ જિદંગી બચાવે છે. ઈ.એમ.ટીની સાથે સાથે પીડિતને સલામતીથી હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પાઈલોટની ભુમિકા મહત્વની હોય છે. આજનો દિવસ એવાજ માનવજીદંગી બચાવનારા પાયલોટને સર્મપિત હોય છે.

આ સેવા રાજ્યભરમાં કુલ 800 જેટલી આધુનિક એમ્બ્યુલન્સના કાંફલા સાથે કાર્યરત છે. 29ઓગસ્ટ,2007 થી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા અત્યાર સુધી કટોકટીની પરિસ્થિતિમાં 1કરોડ 47 લાખ કરતાં વધુ ઈમરજન્સીના કિસ્સામાં સેવા પૂરી પાડી છે અને આ 15વર્ષના સમયગાળામાં 13.65 લાખ કરતાં વધુ લોકોની મહામુલી જિંદગી બચાવી સેવાનું એક ઉમદા ઉદાહરણ પુરું પાડેલ છે. ફરજ દરમિયાન અંગત અને કૌટુંબિક આપદાઓને પણ જાહેરહિતમાં બાજુએ રાખી ફરજ બજાવેલા વિશિષ્ટ કર્મીઓને પણ તેમની કાર્યનિષ્ઠા અને સમર્પણ માટે બિરદાવવામાં આવેલ છે.

Previous Post Next Post